ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩)

લાખણી તાલુકાના ધ્રોબા ગામે ખેતરમાં રહેવા બાબતે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. કમુબેન રબારીએ આગથળા પોલીસ મથકે આસુભાઇ રબારી અને હરલાલભાઇ રબારી સામે નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું છે કે નાગજીભાઇ ખેતરમા જતા તેને કહેલ કે ગામમા રહેવા ગયો હતો અનેે પરત ખેતરમા કેમ આવેલ છે તેમ કહી ધોકાઓ થી માર મારી ઇજાઓ પહોચાડી હોવાની ફરીયાદ આગથળા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર