અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકાના શણગાલ ગામના વ્યક્તિ જે છેલ્લા 40 વર્ષ થી પોતાના ગામ ની પ્રાથમિક શાળા માં મફત સેવા આપે છે શાળા માં શિક્ષકો કરતા પણ વહેલા કામે લાગી જાય છે શિક્ષક કે વિદ્યાર્થી મોડા આવે તો આ કાકા થી ડરે છે આ કાકા રાતે પણ ત્યાં જ સુઈ જાય અને વિદ્યાર્થી ની દેખરેખ રાખે છે આખી શાળામાં અને મેદાન માં કચરો જાતે વીણે સાફ સફાઈ રાખે અને પીવાના પાણી ની વ્યવસ્થા પણ જાતે કરે પોતાનું ટીફિન અને ચા ઘરે થી ટાઈમસર મંગાવે અને એક પણ રૂપિયા નું કોઈ ની પાસે લેતા નથી  કાકા સવાર થી જ સ્કૂલ માં સેવાકીય પ્રવૃતિ કરે અને બાગ બગીચો પણ જાતે સાચવે  એમનું ઘર એ ગામ સ્કૂલ જ છે અને કાકા ચૂંટણી હોય કે કોઈ અધિકારી હોય તો સ્કૂલ માં બધી જ વ્યવસ્થા નાના માં નાની કરે સ્કૂલ માં થી એક પત્તુ પણ ઝાડ નું કોઈ તોડી ના શકે પોતાના પુત્ર ના લગ્ન માં પણ ના ગયા અને સ્કૂલ ની સેવા માં જ રહયા કાકા પોતે ગામ ના પ્રસંગ માં મહેમાનો સ્કૂલ માં રોકાય કે લગ્ન હોય બધી જ વ્યવસ્થા પુરી પાડે મંદિર ના ભક્તો આવે તો ત્યાં રોકાય તો તેમની પણ સેવા કરે એમના જીવન ના કિંમતી ૪૦ વર્ષ એમને એમના પરિવાર થી દુર રહી વિધાર્થી ઓ ની સેવા કરવા પાછળ ખર્ચી નાખ્યા છે એમના પરિવાર માં 3 સંતાન અને પરિવાર , જમીન , મિલકત બધું જ છે તો પણ તેમનો પરિવાર સ્કૂલ છે કોઈ પણ અધિકારી હોય GEB કે RNB હોય કે કોઈ પણ હોય કાકા ને જ મળે સ્કૂલ માં લાઈટ જતી રહે તો જાતેજ દિવા ચડાઈ ને લાઈટ ચાલુ કરી દે આવા સેવા ભાવિ કાકા ના કાર્ય ને હું બાયડ માલપુર વિધાનસભા ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ બિરદાવ્યા હતા અને સલામ કરી હતી કાકા ની મહેનત થી બીજા યુવા વર્ગ ને પણ પ્રોત્સાહન મળી રહે છે

Contribute Your Support by Sharing this News: