અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના નેશનલ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર પટેલ ગાંધીનગરની નેશનલ અપની પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવતા તેમના સમર્થકો અને પરિવારજનો સહિત લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના નેશનલ પ્રેસિડેન્ટ છે.. ધર્મેન્દ્ર પટેલ..
આજે પક્ષના રાષ્ટ્રીય કારોબારી દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ ભગતસિંહ જી બિષ્ટના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પટેલની નિમણુંક કરાઇ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય મહાસચિવ પ્રવિણસિંહ બી.સિંધાઅે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવવાની મંજુરી આપી ધર્મેન્દ્ર પટેલ ગુજરાત પ્રદેશમાં પાર્ટીનું નેતૃત્વ કરવા યોગ્ય વ્યક્તિ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ એવા વ્યક્તિ છે કે જે સમાજના હિતમાં કાર્ય કરે છે અને સૌ સાથે પ્રેમથી આગળ વધે છે. તેઓ એક એવા સામાજિક કાર્યકર છે જેમની પાસેથી સમાજની સેવા માટે સંપૂર્ણ જીવન દિલથી સમર્પિત કરવાની ક્ષમતા છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે આપેલ જવાબદારી તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવશે અને નેશનલ અપની પાર્ટીએ તેમના પર જે સંપૂર્ણ નિષ્ઠા વ્યક્ત કરી છે. તેને તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે નિર્વહન કરશે તેવા શપથ લઇ પક્ષની રચનાની દેશના બંધારણની રક્ષા કરતી વખતે તમામ પદાધિકારીઓ અને કાર્યકરોને સાથે રાખવા અને રહેવા પ્રેરણા આપે તેવું જણાવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ ભગતસિંહજ બિષ્ટજી અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણસિંહ સિંધાજી નો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.