અરવલ્લી જીલ્લા ના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક પી એસ આઈ શ્રી આર આર દેસાઈ અને એમના પોલીસ સ્ટાફ સાથે ધનસુરા પોલીસ સ્ટેશન આગળ વાહન ચેકીંગ દરમ્યાન બાતમી મળી હતી કે એક કેસરી રંગ ની કે ટી એમ ડ્યુક મોટર સાયકલ નં. જી.જે – ૦૫- એસ વાય – ૪૬૭૩ મોટર સાયકલ ની ચાલક પોતાના કબજા ની ઉપરોક્ત મોટર સાયકલ લઈ બાયડ થી મોડાસા તરફ નીકળેલ છે અને તેની હિલચાલ શંકાસ્પદ જણાય છે જે બાતમી હકીકત ને આધારે નાકાબંધી ગોઠવવામાં આવેલ અને સામે થી આવતો  મોટર સાયકલ લઈને આવતા ઈસમ ને રોકી ઈસમ નું નામ ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મોહમ્મદશોએબ મોહમ્મદજુનેદ સીદ્દીકી (શેખ) ઉં.વર્ષ ૧૯ રહે ઉન ચોકડી નુરી મસ્જિદ પાસે નુરીયા મહોલ્લા સુરત મૂળ રહેવાશી પૈલી થાના ખકરેલું તા.ખાગા જી. ફતેપુરા (ઉત્તર પ્રદેશ) નો હોવાનું જણાવેલ અને આ ઈસમ પાસે મોટર સાયકલ ના દસ્તાવેજ ના પુરાવા અને માલિકી સબંધે પૂછ પરછ કરતાં કોઈ સંતોષ કારક જવાબ આપેલ ન હોય વધુ પૂછ પરછ કરતાં ઉપરોક્ત મોટરસાયકલ સુરતના લિંબાયત વિસ્તારમાંથી ચોરી કરી લઇ આવેલ હોવાની અને આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરાર ગુનેગાર નં. ૨૨૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ – ૩૭૯ મુજબ નો ગુનો   દાખલ થયેલ હોવાની હકીકત જાણવા મળેલ હોઈ આ કામ ના આરોપી પાસે થી મળેલ મોટર સાયકલ નં. જી.જે – ૦૫- એસ વાય – ૪૬૭૩ નું.સી.આર.પી.સી. કલમ – ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લીધેલ છે તથા આ કામ ના આરોપી મોહમ્મદશોએબ મોહમ્મદજુનેદ સીદ્દીકી (શેખ) ને સી.આર.પી.સી. કલમ – ૪૧ (૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આરોપી તેમજ મુદ્દામાલ સોંપવાની તજવીજ હાથ ધરેલ છે

આમ ધનસુરા પોલીસને લિંબાયત પોલીસ સ્ટેશનની સાધના મોટરસાયકલ ચોરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે

Contribute Your Support by Sharing this News: