અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગ્રામપંચાયત ચાલુ દિવસે પણ બંધ જોવા મળતા અનેક સવાલો સર્જાયાં હતાં આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીનો પણ સંપર્ક સાધી આ બાબતે જાણ કરવામાં આવતાં જાણ કરાયા બાદ તલાટી ગ્રામ પંચાયતમાં હાજર થયાં હતાં. તેમજ એક અરજદારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકાના વિવિધ ગામોમાં ચાલુ દિવસે ગ્રામ પંચાયતોમાં તાળા મારી દેવાતા હોવાનું અને અરજદારો રઝળી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.