ધાનેરા શહેરના વેપારી આગેવાનોએ વ્યાજખોરો કે જે નાના મોટા વેપારી પાસે વ્યાજનું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ લઈને વ્યક્તિને ધાક ધમકી આપી પૈસાની વસૂલી કરતા ઈસમો સામે વિરોધ જતાવી બજારો બંધ રાખી હતી. તો આ તરફ ધાનેરા પોલીસ મથકે વ્યાજના ત્રાસથી પીડાતા વ્યક્તિઓ ફરિયાદ માટે આવી રહ્યા છે.અત્યાર સુધી બે જેટલી ફરિયાદ પોલીસ મથકે નોંધવા પામી છે. ધાનેરામાં રહેતા રાજુભાઈ કે જે રીક્ષા ચલાવી રોજગારી મેળવે છે તેઓએ પણ ધાનેરા શહેમાં ફિજા રેડીમેડની દુકાન ચલાવતા ઈસમો પાસે ૧૫ હજાર રૂપિયા પાંચ પાંચ હજારના હપ્તે લીધા હતા જે રકમની સામે ૧૫૦ રૂપિયા રોજનું વ્યાજ ચૂકવતા હોવાનું જણાવ્યું હતું.એટલે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ૫૦ હજાર જેટલી રકમ ચૂકવવા છતાં પણ ધમકી આપતા આજે વ્યાજખોરો સામે ફરિયાદ આપી છે. ધાનેરા ખાતે ફિજા રેડીમેડની દુકાનમાં પૈસાની લેતી દેતી મામલે ધાનેરા તાલુકાના કરાધાણી ગામના યુવકને મારમાર્યો હોવાની ફરિયાદ થતા ધાનેરા શહેરમાં કોઈ અરાજકતા થાય તેને લઈ થરાદ વિભાગના ડીવાયએસપી સુરેન્દ્રસિંહ વાળા આ મામલાની હકીકત મેળવી ધાનેરાના અલગ અલગ વિસ્તારમાં પોલીસની સખ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે પોલીસનું પેટ્રોલિગ પણ વધારી દેવતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. શહેરમાં મામલો ઉગ્ર ના બને તેથી ગતરોજ સાંજે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કોઈ પ્રકારે તંગદિલી ના થાય તે માટે તમામ સમાજના આગેવાનોના મંતવ્ય લેવાયા હતા શહેરમાં જે જે લોકો વ્યાજનો ધંધો ચલાવે છે અને ૩૦ થી ૪૦ ટકા જેટલું વ્યાજ દાદાગીરી કરી વસુલ કરતા તત્વો સામે કાયદાકિય પગલાં લેવા માટે એક સાથે રજુઆત થઈ હતી .જયારે વ્યાજખોરોના વિરુદ્ધમાં ગતરોજ ધાનેરા શહેર બંધ રાખવા માટે સોશીયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા.

જોકે ગત રોજ સાંજે મળેલ શાંતિ સમિતિની બેઠલમાં ધાનેરા શહેરને ચાલુ રાખવા માટે મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી અને ધાનેરા બંધના સમર્થનને પાછું ખેંચવામાં આવ્યું હતું. ધાનેરા શહેરમા ગઈકાલ સવારથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે પણ શહેરની મુલાકાત લઈ આ મામલાની હકીકત મેળવી હતી. મીડિયા સાથેની મુલાકાત દરમિયાન તેઓ દ્વારા કોઈ પણ વ્યક્તિ કે જે વ્યાજખોરોનો ભોગ બન્યું હોય તે વ્યક્તિ નિઃસંકોચ ફરિયાદ આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. ધાનેરા પોલીસે પણ ૭ જેટલા વ્યક્તિઓ સાંમે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આબીદસા અહેમદસા સાઈ, જાકીરસા સાઈ, માજિસા જુમાંસા સાઈ, પપ્પનસા ઉર્ફે સાજીદસા સાઈ, શારૂખ બાબુસા સાઈ, ફરહનસા જુમસા સાઈ અને અરવનસા ફેજુસા સાઈ તમામ રહે ધાનેરાવાળાની પૂછપરછ હાથ ધરાઈ છે.ધાનેરા નગરપાલિકા કચેરી સામે આવેલ આ ઈસમોની માલિકીની દુકાન ફિજા રેડીમેડ ખાતે પણ પોલીસની એક ટિમ દસ્તાવેજ મેળવવા માટે સર્ચ ઓપરેશન કરી રહી છે.

Contribute Your Support by Sharing this News: