મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી અસરગ્રસ્ત જાહેર કરવા માંગ કરી
બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદને પગલે પશુપાલકો અને ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો – ત્રીજી વેવ પહેલા, જીગ્નેશ મેવાણીની વડગામની જનતાને 13 KL ક્ષમતા વાળા ઓક્સિજન પ્લાન્ટની ભેટ !
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ વિકટ બની છે પશુધનને પાળવા પણ મુશ્કેલ બન્યા છે. ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે બનાસકાંઠાના દરેક તાલુકા મથકે રાહતદરે ઘાસ ચારા માટે ડેપો ખોલાવવા, ધાનેરાા દાંતીવાડા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા હોવાથી ટેન્કરો મારફતે સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી, આ બન્ને તાલુકામાં પુરતા પ્રમાણમાં વોલ્ટેજ વીજળી પૂરી પાડવી જેથી ખેડુતોની બોરની મોટરો બળી જાય છે તેની સમસ્યામાંથી મુક્તિ મળે અને બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી લોકોને રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.