ધાનેરાના ખેડૂતે માનતા માની કોરોનાના કેસમાં ઘટાડો થયો તો ખેતરમાં ઉભેલી બાજરી ગૌમાતાને અર્પણ કરીશ

શેર કરવા અહીં ક્લિક કરો.


સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર છે અને લોકોનું મોતનુ પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે થાવર ગામના એક ખેડુતે ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થાય તે માટે બાધા રાખી હતી અને તે બાધા અનોખી હતી કે કહેર ઓછો થાય તો પોતાના ખેતરમાં ઉભેલ રજકા બાજરી નો પાક ગૌશાળામાં આપશે. જેથી હાલમાં કોરોનાના કેશ ઘટતા આ ખેડુતે પોતાના ખેતરમાં ઉભેલ ઘાસ કાપીને ગૌશાળાની ગાયો માટે અર્પણ કર્યુ હતુ.

આ વાત છે ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત બાબુભાઈ ગણેશાભાઈ ચૌધરી (મોજી)ની તેઓએ રાજ્યમાં કોરોનાના લીધે માણસો મોટા પ્રમાણમાં મરી રહ્યા હતા અને પોતાના થાવર ગામે પણ સૌથી વધારે લોકોના મોત કોરોનામાં થતાં તેઓએ પોતાની જાતે માનતા રાખી હતી કે પોતાના ગામ, તાલુકો અને રાજ્યમાં કોરોનાના કેશ ઘટશે અને લોકોના મરણ ઓછા થાય તો પોતાના ખેતરમાં ઉભેલ ઘાસચારો (રજકા બાજરી) નો પાક કાપીને ગૌશાળામાં દાન કરશે અને છેલ્લા સાત દિવસથી કેશમાં ઘટાડો થયેલ અને તાલુકા માં મરણનુ પ્રમાણ પણ ઓછુ થતાં આ ખેડુતે પોતાના ચાર વીઘા જમીનમાં ઉભેલી રજકા બાજરીનો પાક કાપીને ગાયો માટે શ્રી જેતગીર ગૌશાળા, જીવાણા તથા શ્રી સુંદરપુરી ગૌશાળા, થાવર તેમજ આજુબાજુના ગામો માં બનેલ ગૌશાળામાં બાબુભાઈ ગણેશાભાઈ ચૌધરી (મોજી) નામના ખેડૂતે પોતાના ખેતરમાં ઉભેલી રજકા બાજરી નો પાક ગાયો ને અર્પિત કરી દેવામાં આવ્યો હતો. જેથી તમામ ગૌશાળાના સંચાલકો તેમજ અન્ય લોકોએ આ ગૌભક્તની સેવાને બીરદાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.