ગરવીતાકાત,વડગામ: વડગામના બાવલચુડી ગામે પરા વિસ્તારમાં રાજપુર પ્રા.શાળા નજીક ગંદકી તેમજ કચરાના ઢગરાજપુર પ્રા.શાળા ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રોગચાળાનો ખતરો જ્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે બાવલચુડી પરા વિસ્તારમાં રાજપુર પ્રા.શાળા ની નજીક ગટરનું દૂષિત પાણી તેમજ કચરાના ઢગલા માથાના દુઃખાવા સમાન બની રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓને શાળામાં આવવા-જવામાં આ દુષિત પાણી જાહેર રસ્તા પર આવી જતો વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. ગામના જાગૃત નાગરિક દસરથજી  ડી.ઠાકોરે જણાવ્યું હતું કે સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ સફાઈ કરાવામાં આવતી નથી તો આ બાબતે તંત્ર જાગશે ખરા? કે પછી જૈસે થે છે.