મા અંબાના ભક્તો ઘર બેઠા મળશે અંબાજી મંદિરની ધજા ફ્રી..આ નંબર પર કરો કોન્ટેન્કટ 

શેર કરવા અહીં ક્લિક કરો.

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર ના મોબાઈલ નંબર 9726086882 નંબર ઉપર સંપર્કઃ કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે

ભક્તોના ઓનલાઈન ઓર્ડર કરવાથી અંબાજી ટ્રસ્ટ લોકોને ઘર બેઠા મોહનથાળ અને ચીક્કીનો પ્રસાદ મોકલે છે

ગરવી તાકાત, અંબાજી તા. 08 : અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ હવે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ભક્તોના ઓનલાઈન ઓર્ડર કરવાથી અંબાજી ટ્રસ્ટ લોકોને ઘર બેઠા મોહનથાળ અને ચીક્કીનો પ્રસાદ મોકલે છે. વર્ષ 2024 ની શરૂઆતમા આ સુવિધા શરૂ કરવામા આવી હતી. ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા આ સુવિધામાં વધુ એક ઉમેરો કરવામા આવ્યો છે. હવે મા અંબાને ચઢાવાતી ધજા પણ ભક્તો ઘર બેઠા મેળવી શકશે.  સેંકડો કિલોમીટર ચાલીને શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે ધજા લઈને આવતા હોય છે. આ ધજા હવે ગામે ગામ લહેરાય તેવો નિર્ણય અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યો છે. લાખો લોકો શ્રદ્ધા સ્વરૂપે પોતે લાવેલી ધજા માં અંબેના મંદિરના શિખરે ચઢાવતા હોય છે. તે ધજાને હવે પ્રસાદ અને આસ્થા સ્વરૂપે શ્રદ્ધાળુઓને વિનામૂલ્ય તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે અને તે પણ નિઃશુલ્ક.

નવરાત્રિમાં અંબાજી ધામ પર 52 વર્ષોમાં પહેલી વાર નહિ નીકળે રથયાત્રા | Ambaji  Dham Rathyatra will not be held in Navratri 2020 due to corona epidamic. -  Gujarati Oneindia

કોઈ પણ જાતના પોસ્ટ કે કુરિયરનો ચાર્જ લીધા વગર માતાજીને ચઢાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે કર્યું છે. અંબાજી મંદિરે આ એક નવી પહેલ શરૂ કરી મહત્વનો નિર્ણય લીધો છે. બહાર રહેતા શ્રદ્ધાળુઓએ આ માટે અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર ના મોબાઈલ નંબર 9726086882 નંબર ઉપર સંપર્કઃ કરીને પોતાનું સરનામું નોંધાવવાનું રહેશે. ત્યાર બાદ મંદિર ટ્રસ્ટ પોતાના ખર્ચે માતાજીને ચઢાવેલી ધજા ભક્તને ઘરે બેઠા મોકલી દેશે. ભક્તો પોતાના ગામમાં કોઈ પણ મંદિરે તે ધજા ફરકાવીને માતાજી ના આશીર્વાદ તે સમગ્ર ગામ ઉપર બનેલા રહે તેવા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવુ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું.

ટ્રસ્ટ પ્રસાદ પણ ઘરે મોકલે છે – શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો કે પછી ચીકીનો પ્રસાદ લેવાનો ભૂલતા નથી. પ્રસાદ લેવા પણ ભારે પડાપડી થતી હોય છે ને લાઈનો લાગતી હોય છે. ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાનું રહી જતું હોય. અથવા તો લાંબા સમય બાદ અંબાજી આવવાનું થાય ત્યારે પ્રસાદ ખાવા મળે. જો કોઈ પાડોશી કે મિત્ર અંબાજી જતું હોય તો તેની સાથે પ્રસાદ મંગાવતા હોય છે પણ હવે આવા શ્રદ્ધાળુઓને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ચિંતા મુક્ત કર્યા છે. જે ભાવે અંબાજીમાં લાઈનમાં ઉભા રહીને પ્રસાદ મળે છે હવે તે જ પ્રસાદ કોઈ પણ જાતના અલગ ચાર્જ વગર ઓનલાઇન પ્રસાદ મેળવવાની વ્યવસ્થા શરુ થઈ ગઈ છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ www.ambajitemple.in મારફતે ઓનલાઇન પ્રસાદ મંગાવી શકાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે એક કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થતું હોય છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ચાર પેકેટ પ્રસાદના એટલે કે માત્ર 100 રૂપિયામાં ચીકી તેમજ મોહનથાળનો પ્રસાદ મંગાવી શકે છે. યાત્રિકો તેના ગુણાંકમાં ગમે તેટલો પ્રસાદ કોઈ પણ જાતના ડિલિવરી ચાર્જ ભર્યા સિવાય એ જ કિંમતે પ્રસાદ ઘરે મેળવી રહ્યા છે. અંબાજી ખાતે આ ઓનલાઇન પ્રસાદ મોકલવાની વ્યવસ્થા શરુ થાય ગઈ છે. એક પેકેટમાં ચાર પ્રસાદના બોક્સ મૂકી પેકીંગ કરવામાં આવે છે. ને પ્રસાદ મંગાવનાર શ્રદ્ધાળુઓના નામનું સ્ટીકર લગાવી વ્યવસ્થિત રીતે પ્રસાદના પેકેટ સીલ કરી મોકલવામાં આવે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.