અંબાજી મંદિરમા ઇન્દોર ના ભક્ત દ્વારા 11 લાખ 38 હજાર નું છત્ર દાન કરાયુ 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, અંબાજી
ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ગુજરાત અને દેશ મોટા મંદિરોમાંનુ એક મંદિર છે. આ ધામમાં અંબાનું સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે વિશ્વભરમા જાણીતું છે. ત્યારે આ ધામમા ભક્તોનો પ્રવાહ પણ આવી રહ્યો છે. આજે આવેલા ભક્તો દ્વારા 11 લાખ 38 હજાર ની કિંમત નો સોના અને હીરા જડેલા છત્રનું  દાન કરવામાં આવ્યું હતુ.
તસ્વીર – જ્યોતી ઠાકોર
અંબાજી મંદિર મા 10 સપ્ટેમ્બર ના રોજ મધ્યપ્રદેશના થી આવેલા ભક્તો દ્વારા માં અંબા ને સોના અને હીરા જડીત છત્ર દાન કરવામાં આવ્યું હતુ. આ છત્ર પર મોંઘા મોંઘા હીરા જડેલા છે અંબાજી મંદિર દ્વારા સોની પાસે વેલ્યુએશન કાઢવામાં આવતા આની કિંમત 11 લાખ 38 હજાર 500 રૂપિયા હોવાની માહિતી મળી છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા આની પાવતી પણ આપવામાં આવી હતી ,ભક્તોની મનોકામના પુરી તેમને થતા આ દાન આપ્યું હતું એમ તેમને જણાવ્યુ હતુ. સંતોષ ભાઈ જેન સાથે અંબાજી ના ભાઈજી અને મુન્નાભાઈ પણ હાજર રહ્યા હતા. 
રિપોર્ટ-જયોતિ ઠાકોર અંબાજી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.