અંધશ્રધ્ધા@મહેસાણા: અઢી વર્ષના દિકરાના મોતને દેવ દુખ માની વહુને ઘરની બહાર કાઢી મુકી

શેર કરવા અહીં ક્લિક કરો.

ઓગણસમી સદી સુધી સમાજમાં  કોઈના મુત્યુ કે જન્મ અંગે દેવ દુખને જવાબદાર માનવાની પ્રથા પ્રચલીત હતી. પરંતુ  સમય જતા વિજ્ઞાનવાદનો ફેલાવો થવાથી આવી માન્યતાઓ ઘણી કોમ્યુનીટીમાં તુટવા લાગી હતી. પરંતુ હજુ સુધી કેટલાક પરિવારો આ અંધશ્રધ્ઘાવાળી માનશીકતામાથી બહાર નથી નીકળી શક્યા. જીવનના બે પક્ષ સુખ અને દુખને કેટલાક લોકો દેવ દુખ સાથે જોડી એનો હલ કરવાનો અતાર્કીક ઉપાય કરતા હોય છે. એવો એક કિસ્સો મહેસાણના એક ગામમાથી સામે આવ્યો છે. જેમાં મહિલાનો દિકરો મરી જવાથી તેના પરિવારજનો દેવ દુખને જવાબદારી માની મહિલાને પહેરેલા કપડે ઘરમાથી કાઢી મુકવાનો બનાવ બન્યો છે.  

આ પણ વાંચો – ઉંઝા: પટાવાળાની જાણ બહાર ડોક્યુમેન્ટના દુરુપયોગ કરી ફર્જી પેઢી ઉભી કરી

મહેસાણાના કરશનપુર ગામે એક મહિલા જે બીજા લગ્ન કરી અહિ આવેલ હતી. જે મહિલાને એક દિકરી અને એક દિકરો ખોળે હતો. જેમાં અઢી વર્ષના દિકરોનુ મોત થતા તેના પરિવારના લોકોને આ મહિલા ઉપર ત્રાસ ગુજારી રહ્યા હતા. તેની ઉપર સાસરી પક્ષવાળા આરોપ લગાવી રહ્યા હતા કે આ પહેલાના સાસરી પક્ષવાળાનુ દેવ દુખ હોવાથી દિકરો મરી ગયો છે. એક તરફ મહિલા તેનો દિકરો મરી ગયાના આઘાતમાંથી બહાર પણ નહોતી નીકળી અને તેના સાસુ,સસરા, તથા નણદ નણદોઈયે તેની ઉપર માનશીક ત્રાસ ગુજારવાનુ શરૂ કરી દીધુ હતુ. જેમાં તેને સતત મેણા ટાણા મારી માનશીકસ્થિતી બગાડી નાખી હતી. બાદમાં ત્રાસની પરાકાષ્ઠા તેને ઘરમાંથી કાઢી મુકવા સુધી પહોંચી ગઈ. પડિત મહિલાના સાસરી પક્ષવાળાએ મહિલાને તેની દિકરાના મોત માટે જવાબદારી માની તેની પાસેથી દહેજની પણ માંગણી કરી રહ્યા હતા. 

આ પણ વાંચો – બીલ્ડીંગ સાઈટ ઉપર પૈસા બચાવવાની લાલચે 1 મજુરનો જીવ લીધો, એન્જીનીયર સહીત ત્રણ સામે ગુન્હો દાખલ

આ ગુન્હોમાં ભાગીદાર પીડીતા મહિલાની નણદ,નણદોઈ સહીત સાસુ,સસરા ઉપર ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ગીરીશ સોમાભાઈ પટેલ, હિરાબેન સોમાભાઈ પટેલ,મણીબેન શીવરામ પટેલ, દિનેશ હરગોવનભાઈ પટેલ(નણદોઈ),ભગવતી દિનેશ પટેલ(નણંદ) ઉપર દહેજ પ્રથા નાબુદી અધિનીયમ 4 તથા આઈપીસી 498એ,323,504,114 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.