નોટબંધી લાગુ કરતી વખતે સરકારે ડુપ્લીકેટ નોટોનુ ચલણ બંધ થઈ જશે એવુ કારણ પણ આગળ કરેલુ પરંતુ એમ થઈ નથી રહ્યુ. અવાર નવાર નકલી નોટો ઝડપાવાના કીસ્સાઓ સામે આવતા રહેતા હોય છે. આ વખતે નકલી નોટો બેંકમાંથી જ ઝડપાઈ છે. મહેસાણાના રાજકમલ પેટ્રોલપંપ પાસે આવેલ HDFC બેન્કમાં જમા કરવા આવેલા 1 જ દિવસમાં 2 અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કુલ 100 નકલી નોટોને વેરીફાઈ કરી ઝડપી પાડવામાં આવી હતી.
આ પણ વાંચો – રાજકોટ: નકલી નોટ વેચવા જઈ રહેલ શખ્સ પોલીસના સંકજામાં
મહેસાણાના રાજકમલ પેટ્રોલ પંપ પાસે આવીલ HDFC બેન્કમાં સોમવારના રોજ પેરેડાઈઝ ટ્રેડર્સ એલ.એલ.પી. અમદાવાદના ચાલુ ખાતામાં નરેન્દ્ર ચૌધરી 5 લાખ જમાકરવા આવેલા. જેમાં રૂપીયા 200/- ની કુલ 49 નકલી નોટ ઝડપાઈ હતી. જેથી બેન્કના મેનેજરે આ નકલી નોટોને અલગ કરવાની કાર્યવાહી કરી રહ્યા હતા. એવામાં ફરિથી બેન્કના કેશીયરે શ્રી મહાકાળી ટ્રેડીંગ કંપનીના ચાલુ ખાતામાં 1.80 લાખ રૂપીયા જમા કરવા આવેલ કેશવદાસ બેચરદાસ પટેલની પાસેથી રૂ. 200/- ની કુલ 51 નકલી નોટને ચેક કરતા તે નકલી નીકળેલી. આથી બન્ને પાસેથી બેન્કના કર્મચારીઓએ કુલ 100 નકલી નોટો (કીમત – 20,000/-) ને ઝપ્ત કરવામાં આવી હતી.
આ બાબતે બેન્કના કર્મચારીઓ કેશવદાસ પટેલ તથા નરેન્દ્ર ચૌધરીને પુછપરછ કરતા તેમને ચોકાવનારી વિગતો જાણવા મળી હતી. આ બન્ને અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ બેન્ક ખાતામાં પૈસા જમા કરવા આવેલ તેઓને આ નકલી નોટો પારસ પ્રોવીઝન સ્ટોર્સ, બેચરાજીના પટેલ બાબુભાઈ કરશનભાઈ પાસેથી મળી હતી.
જેથી બેન્કના મેનેજરે ઉપરના બન્ને પાસેથી મળેલ રૂ. 200 ની કુલ 100(કિ.20,000/-) ડુપ્લીકેટ નોટો ઉપર FORGED નો સીક્કો મારી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.