ડીસા : સમગ્ર  દુનિયામાં આજે કોરોનાની મહામારીને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે. હજુ સુધી આ મહામારીની કોઈ જ દવા શોધાઈ નથી. માત્ર સાવચેતી અને સલામતી જરૂરી છે.  જો કે છેલ્લા બે દિવસથી આ બીમારી ગુજરાતની  અંદર પણ પગપેસારો કરી ચૂકી છે. ત્યારે કેન્દ્ર સરકારના આદેશ મુજબ કોઇપણ શંકાસ્પદ કેસ કોરોના નો જણાય તો તેના માટે ૧૪ દિવસ ડોક્ટરોની એક ટીમની નજર હેઠળ દર્દીને રાખી તેના તમામ રિપોર્ટ કરી સારવાર આપવાનો સરકારનો આદેશ છે. આ બાબતે ગુજરાત સરકાર પણ કોરોનાના દર્દીઆને લઈ અને આ વાયરસને ગુજરાતમાં અટકાવવા માટે  એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ  જિલ્લાના સિવિલ અધિક્ષકની સુચના અને આદેશ અનુસાર ડીસા સિવિલ હોસ્પિટલમાં કોરોના આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવેલ છે. જેમાં ડીસા શહેર ખાતે કોઈપણ કોરોનાનો શંકાસ્પદ કેસ જણાય કે દર્દી હોય તેમને ૧૪ દિવસ ડાક્ટરની નિગરાની રાખવા માટે ૧૫ બેડની સુવિધાવાળો એક  જેમાં ડીસા શહેર ખાતે કોઈપણ કોરોનાનો શંકાસ્પદ કેસ જણાય કે દર્દી હોય તેમને ૧૪ દિવસ ડાક્ટરની નિગરાની રાખવા માટે ૧૫ બેડની સુવિધાવાળો એક મોટો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ચોવીસ કલાક સેવાઓ આપવા માટે એક ડોક્ટરોની પૂરી ટીમ, લેબોરેટરી ટીમ અને નર્સીંગ સ્ટાફ અને વર્કરોની ૨૪ કલાક હાજરીનો આદેશ પણ કરવામાં આવેલ છે. આ બાબતે  સિવિલના અધિક્ષક ડોક્ટર રવિરાજ પુરોહિતએ મીડિયા સાથે જણાવ્યું કે ડીસા સિવિલ હોસ્પિટલ તરફથી ડીસાની અંદર કોરોના વાઈરસને અટકાવવા માટે પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે એક આઇસોલેશન વોર્ડ  ઉભો કરવામાં આવેલ છે વધુમાં  આવું કોઈપણ પેશન્ટ ડીસાની જનતાને ધ્યાનમાં આવે તો તાત્કાલિક ધોરણે ડીસા સિવિલને જાણ કરી અને ઝડપી અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જાણ કરવાની તેમણેજનતાને અપીલ કરી હતી.