પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

કાળઝાળ મોંઘવારીમાં આર્થિક ભીંસ મહિલાના મોતનું કારણ બન્યુંપંડ્યા બ્રિજ સરદાર વાડીમાં એક યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

વડોદરા: વડોદરા શહેરના સુભાનપુરા અમીન પાર્ટી પ્લોટ પાસે આવેલા બી.એમ.સી. ક્વાટર્સમાં રહેતી બે સંતાનની માતાએ ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પતિ સાથે ઝઘડો થતાં પતિ મોટા સંતાનને લઇ ઘરની બહાર નીકળી ગયા બાદ પરિણીતાએ નાના પુત્રને સુવાડીને આપઘાત કરી લીધો હતો.

નાના પુત્રને સુવડાવી ફાંસો ખાઇ લીધો: વડોદરા શહેરના બી.એમ.સી. ક્વાટર્સમાં ચંદુભાઇ ખટીક પત્ની નેહા અને બે સંતાનો સાથે રહે છે. બુધવારે મોડી સાંજે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પતિ મોટા પુત્રને લઇ ઘરની બહાર નીકળી ગયો હતો. મોડી રાત સુધી પતિ પુત્રને લઇને પરત ન ફરતા પત્નીને ભારે દુઃખ થયું હતું. જેમાં આવેશમાં આવી જઇ પત્ની નેહાએ પોતાના નાના પુત્રને સુવડાવી ફાંસો ખાઇ લીધો હતો.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી: વહેલી સવારે ખટીક દંપતિના ઘરમાંથી બાળકના રડવાનો અવાજ પાડોશી દોડી આવ્યા હતા. અને દરવાજો ખોલીને તપાસ કરતા નેહાને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ ચોંકી ઉઠયા હતા. તુરંત જ પાડોશીઓએ લક્ષ્મીપુરા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપી હતી. બીજી બાજુ પોલીસે મોટા પુત્રને લઇ રાત્રે ઘરની બહાર નીકળી ગયેલા ચંદુ ખટીકની શોધખોળ શરૂ કરી હતી. આ સાથે પોલીસે નેહાના આપઘાતની જાણ સુરત ખાતેના તેના પિયરમાં કરતા પિયરના લોકો વડોદરા આવી પહોંચ્યા હતા. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.