— વગર મંજુરીએ ઉભા કરી દેવાયેલા બાંધકામને હવે બાંધકામ થઇ ગયા બાદ મંજુરી મેળવવા હિલચાલ :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા મંજુરી વગરના બાંધકામને દૂર કરવાની માંગ ઉઠી હતી જેને લઇ આ બાંધકામ ઉપર તે મૂકવામાં આવ્યું છે. જો કે નગરપાલિકા દ્વારા માત્ર સ્ટેના હુકમનું પાલન કરી આ બાંધકામને દૂર કરવાની કાર્યવાહી ન થતાં નગર પાલિકાની કામગીરી સામે પણ
અનેક સવાલ ઉભા થયા છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મંજુરી વગર ધમધમી રહેલા ઉપરોકત રેસિડેન્શિયલ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં નગરપાલિકાને જાણે કયો ગ્રહ નડી રહ્યો છે તેવા સવાલો ઊઠી રહ્યા છે. રેસિડેન્સી માટે બનાવવામાં આવેલ ઉપરોક્ત બાંધકામ નગરપાલિકાની કોઇપણ પ્રકારની મંજુરી વગર જ બાંધી દેવામાં આવતા અને આ બાબતની નગરપાલિકાને જાણ હોવા છતાં પણ આ બાંધકામ સામે કાર્યવાહી કરવામાં નગરપાલિકા તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે.
આટલા મોટા બાંધકામનિ મંજુરી વગર બાંધકામ તો થઈ ગયું પરંતુ હવે આ બાંધકામ સામે ફરિયાદો ઊઠી ત્યારે આ બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા બાંધકામ થઇ ગયા બાદ તેને મંજુરી માટે નગરપાલિકાના આંટાફેરા મારવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે બાંધકામ થઇ ગયા બાદ હવે નગરપાલિકા કેવી રીતે આ બાંધકામને મંજુરી આપશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર