બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું…
બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમના પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.
બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના પ્રમુખ, ઉપ પ્રમુખ અને મહામંત્રી સહિતની આગેવાની હેઠળ આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોચી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં પડતર પ્રશ્નો બાબતે તલાટી મહામંડળે વારંવાર રજુઆતો છતા પણ ઉકેલ ન આવતા આજે આવેદનપત્ર આપ્યું હતુ. આગામી સમયમાં તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનના કાર્યક્રમો કરાશે તેમા બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ જોડાશે તેમ જણાવવામાં આવ્યું હતુ.