— કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં બે યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું :
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠાની લોકમાતા એટલે કે બનાસ નદી ત્યારે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે જેના પગલે અનેક ગામોમાં વધામણાં કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસ નદીના નીર કાંકરેજ તાલુકામાં પસાર થતી બનાસ નદીમાં આવ્યા હતા જેમાં કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં વધામણા પણ કરવામાં આવ્યા હતા દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા બનાસ નદીના કાંઠે વસવાટ કરતા લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી હતી જ્યારે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા અનેક સ્થળે યુવાનો ડૂબવાની ઘટનાઓ પણ સામે આવી છે
જેમાં સતત બીજા દિવસે બનાસ નદીનું પાણી કાંકરેજ તાલુકામાં આવી પહોંચતા કાંકરેજ તાલુકા ની પ્રજા બનાસ નદીમાં નદીને જોવા માટે ઉમટી પડી હતી જેમાં કાંકરેજ તાલુકાના ઉબરી ગામે પસાર થતી બનાસ નદીમાં બે યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે ઉંબરી ગામે બનાવ બનતા પોલીસતંત્ર સહિત મામલતદાર ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી બીજી તરફ તરવૈયાની મદદ થી બનાસ નદીમાં શોધખોળ હાથ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારની ભાળ મળી નથી
— મોતને આમંત્રણ :- આધુનિક યુગના યુવાનો વિડીયો બનાવતા નજરે પડ્યા :
બનાસ નદીના નીર કાંકરેજ પંથકમાં આવતા કાંકરેજ તાલુકાના અનેક ગામોના યુવાનો મોબાઇલ વિડીયો બનાવતા નજરે પડ્યા હતા જેમાં તંત્ર દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવે છે કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી બનાસ નદીમાં અવરજવર કરવી નહીં પરંતુ આધુનિક યુગના યુવાનો નિયમોને નેવે મૂકીને મસ્તીના મૂડમાં વિડીયો બનાવતા નજરે પડ્યા હતા.
— તંત્ર ની બેદરકારી આવી સામે :
બનાસકાંઠાની જીવા દોરી સમાન બનાસ નદી કાંકરેજ તાલુકામાં આવી પહોંચી હતી જેમાં તંત્રની પણ બેદરકારી સામે આવી છે જોકે મોટી સંખ્યામાં લોકો બનાસ નદીને જોવા માટે ઉમટી પડતા તંત્ર દ્વારા કોઇ પગલાં ન લેવાતા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ