બનાસ બેંક, બનાસ ડેરી અને દિયોદર એ.પી.એમ.સીના ત્રણ ત્રણ ડિરેક્ટર પદ મળેલ હોવા છતાં વતનથી ૮૫ કિ.મી દુર મહામારીમાં પાલનપુર બનાસ મેડિકલ કોલેજમાં બજાવી રહ્યાં છે ફરજ
બનાસકાંઠામાં પ્રવર્તમાન સમયમાં કોરોનાનો ભય એટલી હદે લોકોને ડરાવી રહ્યો છે કે કાળા માથાનો માનવી હાલના સમયે થર થર કંપી રહ્યો છે. મહામારીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે હાલના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે કોરોનાની મહામારીમાં બનાસકાંઠાની હર હમેશ ચિંતા કરતા અને બનાસડેરીના ચેરમેન જીલ્લાના પશુપાલકો કઈ રીતે ઉભા થાય જેની રાતદિવસ વિચારધારા ધરાવતા શંકર ભાઈ ચૌધરીના માર્ગદર્શનથી ચાલતા અને પોતાના સંસ્કારી માતપિતા સદગુણો ધરાવતા એવા વ્યક્તિ વિશેની વાત કરવાની છે કે, આવા સેવા ભાવિ વ્યક્તિઓ ગમે ત્યારે અને ગમે ત્યાં નિસ્વાર્થ સેવા દર્દીઓને હિંમતની દાદ આપવી જોઇએ. અવિરત સેવાના કાર્યમાં જોતરાયેલા અને એક એક ગરીબોના દિલમાં વસી ગયા છે. એવા દિયોદર તાલુકાના વતની અને તાલુકાના આંતરિયાળ છેવાડાના ગામે રહેતા અને ધરતીપુત્ર આઇ.ટી.પટેલ કે જે પોતે બનાસ બેન્ક, બનાસ ડેરી અને દિયોદર એ.પી.એમ.સી ના ત્રણ ત્રણ ડિરેક્ટર પદ છતાં કોઈ જ મોટાઈ કે અભિમાન કર્યા વગર વતનથી 85 કિલોમીટર અંતરે આવેલ જિલ્લાનું વડું મથક પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજમાં પોતાની માનવ જીવનની ફરજ અદા કરી રહ્યા છે.
છેલ્લા એક મહિનાની મહામારી વચ્ચે સતત કોવિડ દર્દીઓની વચ્ચે રહી કોવિડના દર્દીઓની હાલતનું સતત મોનિટરિંગ કરી રહ્યા હોવા છતાં આત્યાર સુધી સોસીયલ મિડિયામાં કે ક્યાંય પણ એમની એક તસ્વીર નથી જોઈ અને ફેસબુકના માધ્યમથી પણ એક પણ પોસ્ટ જોવા મળી નથી. આ છે તેમની સાઇલેન્ટ માનવસેવા. રાત હોય કે દિવસ સતત કોવિડ સેન્ટરમાં હાજરી રાત્રીના ગમે તે સમયે ફોન કરવામાં આવે દર્દી ગમે તે હોય નિષ્પક્ષ રહી પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને વળગી રહ્યા છે અને માત્ર એક જ વિચાર કે મારો બનાસકાંઠા મારો વિસ્તાર કઈ રીતે કોરોનાથી બચી શકે તેવા પ્રયત્નો કર્યા છે. કેટલાક લોકોએ નજરે આ સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળી સ્તબ્ધ થઈ ગયા છે. શુ આવી રીતે પણ કોઈ માનવસેવા કરી શકે છે. ખરેખર અનેક લોકો ને પ્રેરણા મળી રહે તેવી માનવ સેવાનું કામ દિયોદર તાલુકાના નાનકડા ગામ ગાંગોલના વતની આઈ.ટી.પટેલ તરીકે ઓળખાતા ઈશ્વરભાઈ તેજભાઈ ખરસાણ ખુબજ ઉમદા સ્વભાવના માનવી પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર આવી રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે તો બહુ ઓછા લોકો જાણતા હશે પણ જેણે આ સેવાને નજરે નિહાળી છે તે લોકોએ તો એવું જ સમજ્યું હશે કે ભગવાને અમને બચાવવા માટે કોઈ ફરિસ્તાને મોકલ્યા હશે.