સુરત શહેર નવસારી બજારના કોમોર્બિડ બિમારી હોવા છતાં ૪૦ દિવસની સારવાર બાદ કોરોનામુકત થતાં ચહેરા પર અનેરો આનંદ હતો. સાથે સતત મહિનાઓથી અડગ એવા તબીબો રાત દિવસ સેવા આપી રહ્યા છે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના કેટલાક તબીબોએ દર્દીઓ સાથે જ દિવાળીનો તહેવાર ઉજવણી કરી પોતાનો ડોક્ટર ધર્મ નિભાવ્યો છે.
શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હોવાથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને હિત માટે સરકારે રાત્રિ કર્ફ્યુંની માર્ગદર્શિકા જાહેર કરી છે.
ભારતીબેન જણાવ્યું કે, “તા.૧૧ ઓક્ટોમ્બરના રોજ કોરોના લક્ષણો જણાતાં ખાનગી દવાખાનામાંથી દવા લાવ્યા. તબીયત એકદમ ખરાબ થતા બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. કોરોનાનું નિદાન થતાં આઇસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી. શરૂઆતમાં એક પ્રકારનો મનમાં ડર હતો ત્યારે સિવિલના તબીબોએ આશ્વાસન આપી વિડિયો કોલ દ્વારા પરિવાર સાથે વાત કરાવી હતી. જેથી કોરોના સામે લડવાની હિંમત આવી. મને ૬ વર્ષથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બિમારી છે. લાંબી સારવાર બાદ કોરોનાને હરાવવા સફળ રહી છું તો એ સિવિલના તબીબોની મહેનતને આભારી હોવાનું તેમણે કહ્યું હતું.
સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા મેડિસિન વિભાગના રેસિડન્ટ ડો.અજય પરમારે જણાવ્યું કે “ભારતીબેન સ્વસ્થ થતાં તબીબ ટીમને પણ ખુશી થઇ છે. ૪૦ દિવસની સારવારમાં ૧૫ દિવસ આઇસીયુમાં વેન્ટિલેટર પર, ૧૨ દિવસ ૧૫ લિટર એનઆરબીએમ પર, ૧૦ દિવસ ૬ લિટર ઓક્સિજન પર અને ૩ દિવસ નોર્મલ રુમ પર રાખી સારવાર કરવામાં આવી. તેઓને રેમડેસિવિરના ૭ ડોઝ અને પ્લાઝમાં એક વખત આપવામાં આવ્યું હતું.
દિવાળીનો તહેવાર પણ દર્દીઓ સાથે ઉજવણી કરી પોતાની ફરજ નિભાવનારા ડો.અશ્વિન વસાવા, ડો.અમિત ગામીત, ડો.આશિષ પટેલ અને ડો.અજય પરમારની ટીમની સફળ સારવાર થકી ૫૪ વર્ષીય નવસારી બજારના ભારતીબેન રાઠોડ કોરોના મુક્ત થઇ પોતાના ઘરે પરત ફર્યા છે.