નાયબ કાર્યપાલક ઇજનેરએ મહેસાણા જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બ્રિજની સ્થળ મુલાકાત લીધી…

July 14, 2025

-> નાયબ કાર્યપાલક ઇજનેરએ 10 બ્રિજની સ્થળ મુલાકાત લઇ જાત ચકાસણી કરી :

ગરવી તાકાત મહેસાણા : પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા- પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશા -દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે અન્વયે મહેસાણા જિલ્લામાં આલેખન માર્ગ અને મકાન ગાંધીનગરના નાયબ કાર્યપાલક ઇજનેર તમન્નાબેન પટેલે.

મહેસાણા જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન હસ્તકના બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર તમન્ના પટેલે ગઈકાલે બેચરાજી તાલુકાના ઉડેલા-જેતપુર બ્રિજ, ગાંભુ-ચવેલી બ્રિજ, શંખલપુર-ડોડીવાડા બ્રિજ અને ઊંઝાના વણગલા બ્રિજની સ્થળ મુલાકાત લઇ જાત ચકાસણી કરી હતી આ ઉપરાંત તેમણે આજે સતલાસણાના હડોલ બ્રિજ, વડનગરના ઊંડણી બ્રિજ સહિત ઉંઝા- મહેસાણા તાલુકાના અન્ય ૪,

એ મુજબ બે દિવસમાં જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કુલ ૧૦ બ્રિજની સ્થળ મુલાકાત લઇ જાત ચકાસણી કરી હતી.  આ તમામ બ્રિજની પરિસ્થિતિ સારી હોવાનું માર્ગ અને મકાન વિભાગ મહેસાણા પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી દવારા જણાવેલ છે. આ મુલાકાત દરમિયાન બહેચરાજી તાલુકાના અધિક મદદનીશ ઇજનેરશ્રી પ્રકાશ ગોસ્વામી, મહેસાણા-ઉંઝાના અ.મ.ઈ દિક્ષિત પટેલ, વડનગર- ખેરાલુ અને સતલાસણાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી કાશ્મીરાબેન નાયક તેમજ અન્ય ના.કા.ઇ. તેઓની ટીમ સાથે હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0