કડી દેત્રોજ રોડ ઉપર આવેલ મણિપુર વિસ્તારમાં વર્ષો જુનું ઐત્યાસાહિક યવતેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ત્યાં કડી ના પનોતા પુત્ર અને રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અવાર નવાર કડી ખાતે મુલાકાત દરમ્યાન તેમના રહેતા મહોલ્લા માં આવેલ મહાદેવ ના મંદીર ખાતે અવશ્ય દર્શન કરવા પહોંચી જતા હોય છે. ત્યારે પ્રવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાનન ભોળાનાથને મંદીરના પુજારીઓ દ્ધારા ભગવાને રોજ અનેક રૂપ માં શણગાર કરવામાં આવતો હોય છે. કડીની ધર્મ પ્રેમી જનતા આ અનેક નવા શણગાર જોવા માટે ત્યાં દર્શનાર્થે આવી પહોંચતા હોય છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે અને ખાસ ભગવાન ભોળાનાથના સોમવારના દિવસે નિતિનભાઇ પટેલ અને તેમની ધર્મપત્ની સાથે યવતેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચીને ભગવાન ભોળનાથની પૂજા અર્ચના કરીને મહાદેવના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – કડીમાં રાત્રે બાર વાગ્યેના ટકોરે ઠેર ઠેર કૃષ્ણજન્મોત્સવ ઉજવ્યો : મેઘરાજાએ પણ અમી છાંટણા વરસાવ્યા !
નાયબ મુખ્મંત્રી નિતિન ભાઇ પટેલ દ્ધારા જાણવાં મળ્યું હતું કે આ યવતેશ્વર મહાદેવના ના મંદિરમાં ભગવાન ભોળનાથ સાક્ષાત રૂપે બિરાજમાન છે. અનેક તહેવારો ધામ ધુમ થી આ મંદીર ખાતે ઉજવામાં આવતા હોય છે. મંદીરની અંદર ભગવાનની પૂજા અર્ચના ,ભજન કીર્તન વગેરે જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહેતી હોય છે. શ્રાવણ માસના દરેક સોમવારના સાંજના સમયે ભગવાનની પાલખી યાત્રા મંદીરની ગોળ ફરતે પરિભ્રમણ કરવામાં આવે છે. સાથે સાથે છેલ્લાં સોમવારના દિવસે કડીના મુખ્ય વિસ્તારોમા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈ ને ભગવાન ભોળાનાથની નગરયાત્રા પણ નીકળવામાં આવતી હોય છે.અને ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રધામ વિભાગ તરફથી મંદીર ના જીણોધાર નું ખૂબ મોટું કામ હાથ ધરવામાં આવ્યું છે અને મંદિર ની બાજુમાં આવેલ વિશાળ જગ્યામાં હાલ મોટો સેડ બાનવીને સભાખંડ, પક્ષી ઘર, મંદિરના રોડ પર આવેલ મુખ્ય ગેટ ત્યારે કરવામાં આવી રહ્યો છે .કડી નગરપાલિકા દ્વારા પણ અનેક રીતે મંદીર માટે તમામ સેવાઓ કરી આપવામા આવે છે. કડીના ભક્તો દ્વારા પણ અનેક સેવાઓ આપવામાં આવતી હોય છે. સાથે સાથે કડીમાં આવેલ પ્રખ્યાત મેલડી માતાનું મંદિર આવેલ છે, આ મંદિર પણ સેકડો વર્ષો પુરાણું છે. મેલડી માતાના મંદિર થી લગભગ 2 કિલોમીટર ના અંતરે આ યતેશ્વર મહાદેવનું થાય છે. અને ભૂતકાળ ના સમય માં રાજાશાહી વખતે આ મલેડી માતાના મંદિર આવેલ કિલ્લાં થી અને આ કિલ્લો હાલ પણ હયાત છે અને ત્યાંથી યવતેશ્વર મહાદેવ ખાતે આવવામાટે ભૂર્ભગ રસ્તો પણ આવેલ હતો. અને કાળક્રમે ધીરે ધીરે તે રસ્તો પુરાઈ ગયો છે. થોડો ગણો યતિશ્વમાં છે અને કડી માં જૂનામાં જૂનો વારસો છે અને ગાયકવાડી નગરી છે અને હાલ કડી ખાતે પણ હાલ તમામ સુવિધાઓ ધરવાતું તાલુકા ગણવામાં આવેછે.અને વેપારીઓ મથેક પણ એક આગવું સ્થાન ધરાવે છે.
કડીમાં આવેલ યવતેશ્વર મહાદેવખાતે એ.પી.એમ.સી. ચેરમેન વિનોદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, શૈલેષભાઇ પટેલ તથા ભાજપ ના હોદેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.