છેલ્લાં 12 વર્ષથી મોટી સંખ્યામાં ભાવિ ભકતો બાવન ગજની ધજા સાથે બહુચરાજી પગપાળા સંઘ માં જોડાય છે
ગરવી તાકાત, કડી તા. 22 – કડી લુહારકુઈ ચોક ખાતે છેલ્લા 11 વર્ષથી બહુચરાજી પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે 12 વર્ષ માં પણ ભાવિ ભકતો દ્વારા ધામ ધૂમથી માં બહુચર ની બાવન ગજની ધજા સાથે વાજતે ગાજતે પગપાળા સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયા હતા.
હિન્દુ ધર્મ માં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મ ના લોકો દેવી દેવતા માં એક અનેરી આસ્થા રહેલી છે જેના કારણે દર વર્ષે પોતાની આસ્થા લઇ ને પગપાળા સંઘ માં જોડાતા હોય છે.જે અંતર્ગત કડી માં આવેલ લુહાર કુઇ ચોક ખાતે થી બહુચરાજી પગપાળા સંઘ માં ભાવિ ભકતો લોકો ભક્તિ સાથે આ સંઘ માં જોડાયાં હતા કડી થી બહુચરાજી બાવન ગજની ધજા સાથે રવાના થયા હતા.
સંઘ પ્રસ્થાન ના આગળ ના દિવસે રાત્રિ દરમ્યાન રમતી મહીલા મંડળ દ્વારા આનંદ નો ગરબો કરવામાં આવતો હોય છે.અને બીજા દિવસે માતાજી ના નિશાન ની પૂજા અર્ચના તથા આરતી કરી વાજતે ગાજતે માતાજી ની બાવન ગજની ધજા સાથે સંઘ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પગપાળા સંઘ પ્રસ્થાન માં મુખ્ય મહેમાન જાડેજા અજયસિંહ (ગંગોત્રી પેલેસ) પરમ પૂજ્ય શ્રી રામ સ્વરૂપ બાપુ તથા મોટી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયાં હતાં. આયોજક મિત્રો બારોટ પિયુષ, કડીયા નીરવ, કડીયા યજ્ઞેશ, સંદીપ પંચાલ, રાજુ ચૌહાણ જેવાં અનેક કાર્યકર્તાઓ એ ભારે મહેનત ઉઠાવી ને આ પગપાળા સંઘ નું ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.