બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ ગજાનંદ ગૌ શાળામાં આજે પૂનમ ના દિવસે ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રકમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં ગ્રામ પંચાયત ટીમ અને સ્થાનિક લોકો દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો – સોલા સિવિલ માફક અમને જાણ કરી ભ્રષ્ટાચારને રોકી શકો છો, એસીબી ડાયરેક્ટરનો આરોગ્ય વિભાગને પત્ર
આજે બપોરેના સમય દિયોદર ગજાનંદ ગૌ શાળામાં ઘાસચારો ગાયો માટે ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રક માં એકાએક આગ લાગતા સમગ્ર ગૌ શાળા માં દોડધામ મચી જવા પામી હતી. આજે પૂનમ ના દિવસે આગ ની ઘટના બનતા આજુ બાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે બનાવ ની જાણ દિયોદર ગ્રામ પંચાયત ને કરાતા ગ્રામ પંચાયત ની ટિમ તાત્કાલિક ગૌ શાળા ખાતે પોહચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાથી ટ્રકમાં રહેલ ઘાસચારો બળી ને ખાખ થઈ ગયો હતો અને ભારે નુકશાન આવ્યું હતું.