દીયોદર: દુકાનેથી ઘર તરફ જઈ રહેલી યુવતીનું ઇકો ગાડીમાં અપહરણ કરી ૩ માસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,દિયોદર
દિયોદરના સોની ગામે એક ૨૧ વર્ષની યુવતી જે દુકાને થી પોતાના ઘર તરફ જઈ રહી હતી. તે સમય ઇકો ગાડીમાં આવેલ ઇસમે યુવતીનું અપહરણ કરી ત્રણ માસ સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરતા દિયોદર પોલીસ મથક ખાતે નરાધમ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદરના સોની ગામે આજથી ત્રણ મહિના પહેલા એક ૨૧ વર્ષની યુવતી પોતાની દુકાનેથી ઘર તરફ જઈ રહી હતી. ત્યારે લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતો શખસ અન્ય લોકો સાથે ઇકો ગાડી લઈ આવી રસ્તા ઉપરથી યુવતીનું બળ જબરીપૂર્વક અપહરણ કર્યું હતું અને ડોડાણા ગામે લઈ જઈ ત્રણ માસ સુધી બળજબરીપૂર્વક ગોંધી રાખી યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું.

આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ

જેમાં તા.૧૮ સપ્ટેમ્બરના રોજ ઘરે કોઇ ના હોવાથી યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. જેમાં યુવતી સોની ગામે તેના માતા-પિતાને તે આવી પહોંચતા યુવતી સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવતા માતા-પિતા યુવતી સાથે દિયોદર પોલીસ મથક ખાતે આવી યુવતીએ લાખણી તાલુકાના ડોડાણા ગામે રહેતા શખસ સામે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અપહરણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

નરાધમ ઇસમે યુવતી પાસે કાગળો માં સહીઓ કરાવી લગ્ન નોંધણી કરાવી

અપહરણ કરવામાં આવેલ યુવતીને ત્રણ માસ સુધી ગોંધી રાખવામાં આવી હતી. જેમાં નરાધમ ઇસમે યુવતીની મરજી વિરુદ્ધ કાગળોમાં સહીઓ કરાવી લગ્ન નોંધણી પણ કરાવવામાં આવી હતી અને લગ્ન નોંધણી ના કાગળો પણ રાખ્યા હતા. જેમાં નરાધમ ઇસમે બચવા માટે લગ્ન નોંધણી પણ કરાવી હોવાનું બહાર આવ્યું છે.
રીપોર્ટ – જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.