વેપારીઓ દ્વારા કડી નગરપાલીકાના વિરોધમાં પ્રદર્શન, દુકાનો શીલ કરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.
કડી નગરપાલિકા દ્વારા જાહેરનામાં ભંગ બદલ જાહેર જનતા પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજ રોજ કડી નગરપાલિકાના કર્મચારીઓ ગાંધી ચોક વિસ્તારમાં આવેલા સંતરામ શોપિંગ સેન્ટરમાં આવેલી ચૈતામણી જેન્ટ્સવેર,લેડીઝવેર નામની દુકાન પર  પહોંચી ત્યાં દુકાનમાં ઉભા રહેલા ગ્રાહકોને બહાર કાઢીને તમારી દુકાનમાં ભીડ વધારે છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહેતું નથી એમ કહી દુકાનો સીલ કરી હતી.
 
નગર પાલીકાની આ કાર્યવાહીની વિરૂધ્ધમાં આજુબાજુ  રહેતા શોપિંગ સેન્ટરના તમામ લોકોએ ભેગા મળીને નગરપાલિકાના કર્મચારીઓના વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

જયારે કોરોના મહામારી ના લોકડાઉન સમયે સમગ્ર નાના મોટા વેપારિયો ના ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા ત્યારે સરકાર દ્વારા રોજગાર માટે છુટછાટ આપવામાં આવી હતી. હાલ નાના મોટા વેપારીઓ શાંતિ પૂર્વક પોતાના ધંધારોજગાર ચાલુ કર્યા છે, ત્યારે  કડી નગરપાલિકા દ્વારા કડીમાં શહેરમાં રહેલી નાની મોટી દુકાનમાં સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

કડી તાલુકામાં કોરોના મહામારીના સમયે કડી નગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ભાજપ સરકાર દ્વારા મોટી સંખ્યામાં લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવતા હતા. ત્યારે કડી નગરપાલિકાના કર્મચારીઓને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ કે જાહેરનામાં નો ભંગ જોવા મળતો નહતો કે શુ? કે આ રાજ્ય સરકાર દ્વારા પાડવામાં આવેલ જાહેરનામું ખાલી ને ખાલી જનતા માટે જ છે? નગરપાલીકાની કાર્યવાહી ઉપરથી આવા સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો – ખેડુતોની ધીરજનો આજ છઠ્ઠો દિવસ, Taxi Union ની હડતાલની ચીમકી

ભાજપ સરકાર જયારે ચૂંટણી સમયે કોઈ મોટા નેતાઓ દ્વારા પ્રચાર અંગે જાહેર સભા કરવામાં આવતી હતી તે સમયે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી.  અત્યારે નગરપાલિકા માત્ર ને માત્ર નાના મોટા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કેમ કરી રહી છે. જેથી કડીમાં આવેલ સંતરામ શોપિંગ સેન્ટરના સમગ્ર વેપારીઓ આજે એકઠા થઈને  કડી નગરપાલિકા માં જઈ ને હલ્લાબોલ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.