મહેસાણામાં શિક્ષકોએ પોતાની પડતર માંગોને લઈ ધરણા યોજ્યા છે. જેમાં મહેસાણા સહીતના તાલુકાના પ્રાથમિક શિક્ષકો આ ધરણામાં જોડાયા હતા. શિક્ષકોની જુની 111 પડતર માંગોને લઈ સતત આંદોલનરત રહે છે ત્યારે આજે ફરિવાર પોતાની પડતર માંગોને લઈ જોટાણા તાલુકા પંચાયત મુકામે શિક્ષકોએ અડધી Casual Leave મુકી ધરણા યોજ્યા છે.
ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકોની વિવિધ 111 જેટલી માંગો પડતર હોવાનુ સામે આવ્યુ છે. જેમા આજ રોજ મહેસાણાના જોટાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહેસાણાની મામલતદાર કચેરી મુકામે ધરણા યોજ્યા છે. વિધાર્થીઓનો અભ્યાસ બગડે નહી તે માટે મોટા ભાગના શિક્ષકો હાફ Casual Leave મુકી ધરણામાં જોડાયા છે. અહિયા શિક્ષકોએ મામલતદાર,ટીડીઓ સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપી તેમની માંગણી ઓ પૂરી કરવા રજૂઆત કરવામાંં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાથમીક શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજનાનો લાગુ કરવાની માંગણી તેમજ બીજા લાભો માટે તાલુકાના શિક્ષકોના ધરણાં કર્યા છે. જેમાં બોન્ડનો પ્રશ્ન, તાલુકા બહાર ગયેલા શિક્ષકનો પ્રશ્ન, એચ.ટાટ. ના પ્રશ્નો, મહેકમના રેશિયો સુધારો કરવા, વિદ્યાસહાયક બહેનોની પ્રસુતિની રજાઓનો પ્રશ્ન જેવા મુદ્દાઓ શિક્ષકોની મુખ્ય માંગ રહી છે. આવા પડતર પ્રશ્નોનો નિકાલ કરવા જણાવવામાં ધરણા યોજાયા છે.