
આ પડતર માંગણીઓ ના હકારાત્મક નિર્ણય માટે નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી આગામી સમયમાં તારીખ 12-5-2021 થી 14-5-2021 એમ કુલ 3 દિવસ મળી ને સમગ્ર ગુજરાત ના તમામ એન.એચ.એમ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ને આ ચાલી રહેલી કોરોના વાયરસ ને કારણે જે પણ દર્દીઓ કોરોના સક્રમનમાં આવ્યા છે તેમને સંપૂર્ણ પણે સાચવણી અને તેમની કાળજીપૂર્વક યોગ્ય સારવાર આપવાની અને પોતાની ફરજનું કામ કરીશું તેવી ચિમકી આપવામાં આવી હતી. તેમ છતાં પણ તારીખ 14-5-2021 સુધીમાં અમારી માંગણીઓ ને ધ્યાન માં લેવામાં નહિ આવે તો આવી વિપરતી કોરોના જેવી પરિસ્થિતિમાં અતિ આવશ્યક એવી સેવાઓ સાથે જોડાયેલ હોવાના કારણે એન.એચ.એમ કર્મચારીઓ ગુજરાત ની જનતાને તકલીફ પડવા નહિ દઇએ અને હડતાલ કરી ને કામગીરીને અસર થાય અને સમગ્ર ગુજરાત ની જનતા ને તકલીફ પડે એવું અમારા દ્વારા કોઈ પણ માનવતા વિહોણ કૃત્ય કરવામાં આવશે નહિ પણ અમારા લોકોને પણ પરિવાર છે અમને લોકો ને પણ મોંઘવારી નડે છે એટલા માટે અમે અમારા હક માટે માંગણીઓ કરી રહ્યા છે. અને આપેલ તારીખ સુધીમાં હકારાત્મક પરિણામ નહીં મળે તો અમે સૌ લોકો એન.એચ.એમ ના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાત માંથી 15-5-2021 ના રોજ સામુહિક રાજીનામાં આપવામાં આવશે. પણ આ કર્મચારીઓ દ્વારા આપેલ રાજીનામાં હોવા છતાં અમે માનવતાની લાગણી રાખીને આવી કોરોના મહામારી ની વિકટ પરિસ્થિતિમાં હડતાલ કરી અને ગુજરાત ની જનતાને હેરાન ગતિ કર્યા વગર અમે સૌ કર્મચારીઓ સામુહિક સ્વૈચ્છિક રાજીનામાં આપી ને પણ અમારા ગ્રામ્ય લેવલ કે અમારા વસવાટ ના સ્થળે ગુજરાતની જનતાની સ્વૈચ્છિક અને ની:સ્વાર્થ ભાવે અમે દિવસ-રાત જોયા વગર અમે આ સેવા ના કાર્યમાં જોડાઈ રહીશું. અને દરેક દર્દીઓ ને આ વાયરસ ને કારણે પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરી શું અને હંમેશા તમામ દર્દીઓ ને યોગ્ય અને ચોકસ પ્રમાણ માં સારવાર આપતા રહીશું.


