ગરવીતાકાત,ઉંઝા: ઉંઝા નજીકના દાસજ ગામે રાત્રિના સમયે કોઈ તસ્કોરોએ સીન્ડીકેટ બેંકના એ.ટી.એમ. મશીનના રૂમનું તાળું તોડી અંદર પ્રવેશીને એટીએમ બુથ તોડી મશીન તથા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરી હોવાનો બનાવ બનેલ છે.

વિગત એછી છે કે ઉંઝા તાલુકાના દાસજ ગામે સીન્ડીકેટ બેંકનું એટીએમ મશીન મુકવામાં આવેલ છે રાત્રિના સમયે કોઈ તસ્કરો અહીં આવ્યા હતા અને સૌ પ્રથમ એટીએમ મશીનના રૂમનું તાળુ તોડી નાંખ્યુ હતું બાદ રૂમની અંદર પ્રવેશ કરી એટીએમ બુથ તોડી આ મશીન તથા સીસીટીવી કેમેરાના ડીવીઆરની ચોરી કરી કયાંક પલાયન થઈ ગયા હતા. બેંકના એટીએમ મશીનમાં કેટલા નાણાં હતા તે અંગે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ થયો નથી. આ બાબતે ઉંઝા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉંઝા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નાની મોટી ચોરીઓ, વાહનચોરીઓનો ઉપદ્રવ વધી ગયો છે આ ઉપરાંત દારૂ, જુગાર સહિતની સમાજ વિરોધી પ્રવૃત્તિઓ પણ બેરોકટોક ધમધોકાર રીતે ચાલી રહ્યાની લોક બુમરાણ ઉઠી છે.