મનસ્વીરીતે કોર્ટની સુનવણી શરૂ કરતા માહિતી અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,ગાંધીનગર: ગુજરાત માહિતી આયોગમાં કાર્યરત તમામ કોર્ટમાં ફરિયાદો/અપીલોની સુનવણીમાં રોજ સમયસર ના શરૂ થતી હોવાથી. રાજ્યના એક સામાજીક કાર્યકરે રાજ્યપાલ તથા માહિતી અધીકારીઓને પત્ર લખી કોઈ પણ વિલંબ વગર કાર્યવાહી સમયસર શરૂ થાય એ અંગે અરજી પાઠવેલ છે. 

કોરોના વાઈરસને ધ્યાને લઈ હાલમાં માહિતી અધિનિયમ અંતર્ગત અરજીઓની સુનવણી ગુગલ મીટ દ્વારા ઓનલાઈન યોજવામાં આવી રહી છે.ગાંધીનગર ખાતેથી ઓનલાઈનન ગુગલ મીટમાં સુનવણીનો સમય 11.00 વાગ્યાનો નિર્ધારીત કર્યો હોવા છતા કોર્ટ નંબર 1 થી 6 માં સુનવણીમાં માહીતી અધિકારીઓની આળશ અને મનસ્વી વહિવટ સામે આવી રહ્યો છે. જેમાં નિર્ધારીત સમય કરતા માહિતી વિભાગના અધિકારીઓ સુનવણી ખુબ મોડી શરૂ કરવાની ફરિયાદો મળી રહી છે. જેના કારણે અરજદારોની અધિકારીઓની રાહ જોઈ બેસી રહેવુ પડતુ હોવાથી હાલાંકીનો સામનો કરવો પડતો હોય છે.ગાંધીનગર માહિતી આયોગમાં કાર્યરત કોર્ટ નંબર 1 થી 6 માં અરજદારોની સુનવણી 11 વાગ્યાને બદલે 12 વાગે શરૂ થતી હોવાનુ સામે આવ્યુ છે જે ચીંતાજનક બાબત મનાય.રાજ્યની રાજધાનીમાં અધિકારીઓ પોતાને મનફાવે એમ નિયમોનો ભંગ કરી અરજદારોનો કિમંતી સમય બગાડતા હોય છે.

આ પણ વાંચો – પોલીસ કમીશ્રરને પત્ર લખી, અમદાવાદ મેયર વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી માંગ

આ મામલે રાજ્યના ચંદ્રવદન ધ્રુવ નામના સામાજીક કાર્યકરે રાજ્યપાલને પત્ર લખી સમયસર કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે તથા આવા મનસ્વીરીતે 12 વાગ્યા બાદ કોર્ટ શરૂ કરતા માહિતી વિભાગના અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.