— સાગ્રોસણા સીટના સદસ્ય જયેશ ચૌધરીએ તાલુકા પંચાયત પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ગાડીમાં ડીઝલ પુરાવી દુરૂપયોગ કરાયો હોવા
નો મામલો થોડા સમય અગાઉ જ સામે આવ્યો છે. જે મામલે જિલ્લા વિકાસ અધિકારીએ નોટીસ આપી ખુલાસો માગ્યો છે.

જેને લઈ આજે પાલનપુર તાલુકા પંચાયતની સાધારણ સભામાં આ મામલે સાગ્રોસ
ણા સીટના સદસ્યએ વિરોધ દર્શાવી તાલુકા પંચાયત પ્રમુખને સસ્પેન્ડ કરવાની માંગ કરતા મામલો ગરમાયો હતો.

પાલનપુર તાલુકા પંચાયતમાં આજે સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં થોડા દિવસ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખની ગાડીમાં ડીઝલ પુરાવી તેનો દુરૂપયોગ કરાયો હોવાનો મામલો આજની સાધારણ સભામાં ગરમાયો હતો. સાગ્રોસણા સીટના સદસ્ય જયેશ ચૌધરીએ તાલુકા પંચાયતના પ્રમુખને આ બાબતે સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.
જેને લઈ આ સાધારણ સભામાં પ્રમુખ સંગીતાબેન ડાકાના પતિ મિલનકુમાર ડાકા અને સાગ્રોસણા સીટના સદસ્ય જયેશ ચૌધરી વચ્ચે તુ..તુ મે..મે સર્જાઈ હતી. જેને લઇ સાધારણ સભામાં ભારે ગરમાવો આવી ગયો હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેતિયા– પાલનપુર