મશીનથી દુધ દોહવાઈ રહ્યા દરમ્યાન કંરટ લાગતા 11 ગાયોના મોત-કંપની સામે કાર્યવાહીની માંગ : દાંતીવાડા

શેર કરવા અહીં ક્લિક કરો.

11 ગાયોના મોત થતાં ખેડૂતોને પાયમાલ, કંપની સામે ઉર્જા સવાલો ઉઠયા

દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર ગામે ખેડૂત પરિવાર ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી પોતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે કોટડા ભાખર ગામના રામસુગભાઈ ખેડૂતના તબેલામાં દોવાના મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા અચાનક તબેલાની 11 ગાયોને કરંટ લાગતા મોત નિપજતા ખેડૂત પરિવારમાં  શોકનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ – નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?

સૂત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂત પરિવાર ખેતીની સાથે પશુપાલન વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જ્યારે દાંતીવાડા તાલુકાના કોટડા ભાખર 11 ગાયોને મોત થતાં ની ઘટના સામે આવતા સમગ્ર દાંતીવાડા તાલુકાના પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે. જ્યારે દોવાના મશીનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા અંદાજીત 15 લાખની દુધાળી ગાયોના મોત થતાં સમગ્ર પંથકના દોડધામ મચી ગઇ છે. જ્યારે આ ઘટનાની જાણ બનાસડેરી ને થતાં બનાસડેરીના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે દોડી દોડી આવી હતી જ્યારે જીઈબી, પોલીસ અને મશીનના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ત્યારે આ મશીનની કંપની સામે અનેક ખેડૂત પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે વાસુ કંપની દ્વારા ખેડૂત પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે, કે દૂધાળી 11 ગાયોના મોત થતાં ખેડૂતો પાયમાલ થયો છે. જ્યારે કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.