ગુજરાત સરકાર દ્વારા પશુઓની તાત્કાલિક સારવાર થાય તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે ત્યારે ઉનાના યુવા આગેવાન અને અખિલ ભારતીય કોળી સમાજ નાં પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા દ્વારા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ને પત્ર લખતા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 રાજ્ય સરકાર અલગ અલગ તાલુકાઓમાં ફાળવવામાં આવે છે.
આ પણ વાંચો – રાજુલા પોસ્ટ ઓફિસ : સમય પહેલા કામગીરી બંદ કરી ગ્રાહકોને પાછા મોકલી દેતા રજુઆત
આ એમ્બ્યુલન્સ પશુઓની નિશુલ્ક સારવાર કરવામાં આવે છે ત્યારે આ સેવાનો લાભ ઉના તાલુકો પશુપાલકો ને પણ મળે તે ખૂબ જરૂરી છે આ તાલુકો છેવાડાનો અને મોટો તાલુકો હોય ત્યારે અહિયાં એમ્બ્યુલન્સ અગ્રતા ધોરણે ફાળવવામાં આવે એવી અમારી માંગ છે જેથી કરીને આ વિસ્તારના પશુપાલકો જીવદયા પ્રેમીઓ ને ખૂબ મોટો લાભ થઈ શકે છે આથી વહેલી તકે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી.