ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૨૩)

તીડના બે ઝુડોએ અલગ અલગ વિસ્તારોમાં ખેતીમાં પાકો નો ખાત્મો બોલાવે છે

આજરોજ ડીસા તાલુકાના થેરવાડા બાઈવાડા ડાવસ ભડથ જેવા ગામો માં તીડ નું જુડોએ પ્રવેશ કરતા અનેક ગામો ની ખેતી પાકો ને નુકશાન પહોચાડ્યું છે ૨૧ તારીખે રાત્રી રોકાણ બાઈવાડા ગામે કર્યું હતું અને બીજા દિવસે સવાર માં થેરવાડા માં તીડ તું જુડો ફરતા અનેક ખેડૂતો ને નુકશાન પહોંચું હતું આ બાબતે બાઈવાડા સરપંચ શ્રી જોટાણા કરશન ભાઈ હાથી ભાઈ જણાવ્યું હતું કે બાઈવાડા માં અનેક ખેડૂતો ને નુકશાન ની ભીતિ છે આ બાબતે થેરવાડા  ગામના પ્રેસ રિપોર્ટર મહાવીર શાહે ખેડૂતો ની મુલાકાત લેતા અદાણી મોતી ભાઈ માવા ભાઈ એ જણાવ્યું કે તેમના  ખેતર માં દશ વિધા રાયડો વાયેલો હતો તે રાયડા પર તીડ પડતા આખો રાયડા નો પાક ખાઈ ગયા હતા અને ખુબજ નુકશાન પહોચાડ્યું હતું અને થેરવાડા બાઈવાડા ડાવસ ભડથ જેવા ગામોમાં સવાર સવાર થી તીડ આવતા ખેડૂતો ઢોલ થાળી તાગારા વગાડી તીડ ભગાવાની કોશીશ કરી હતી આ વિસ્તાર માં પવની દિશા મુજબ ટીડો ના ઝુંડે જીરું ઘઉં રાયડો બટાકા જેવા પાકો ને નુકશાન થયું છે આ તીડ ને ભગાવાની ખૂબ કોશિશ કરી પણ તે જાતાજ નથી અને ખેડૂતે જણાવ્યું હતુ કે આ તિડો સાંજ પડતાજ જેતે ગામ માં રોકાઈ જાય છે તો તીડ નિયંત્રણ માટે કેદ્ર ની ટિમો અને ખેતીવાડી ખાતા ના અધિકારી ઓ આ વિસ્તારના ગામડા ઓ ની મુલાકાત લે તેવી ખેડૂતો ની માંગ છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર