ડીસા નગરપાલિકાએ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને આવક વધારવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ…

March 26, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા નગરપાલિકાએ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને આવક વધારવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ સઘન બનાવી લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા આસામીઓ સામે પાલિકાના ચીફ ઓફિસરના આદેશથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી આ કાર્યવાહીના ભાગરૂપે, આજે શહેરના ચંદ્રલોક રોડ પર આવેલા સાઈ પ્લાઝા શોપિંગ સેન્ટર સહિત રીસાલા બજાર વિસ્તારમાં બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી આ પગલાંને કારણે મિલકત ધારકોમાં ચિંતા વ્યાપી પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું કે, આ કાર્યવાહી 31/03/2026 સુધીનો બાકી નીકળતો મિલકત વેરો વસૂલવા માટે કરવામાં આવી.

પાલિકાએ બાકીદારોને કડક ચેતવણી આપી કે, જો 15 દિવસમાં નાણાં ભરવામાં નહીં આવે, તો નગરપાલિકા દ્વારા મિલકતની જાહેર હરાજી કરી વેરો વસૂલવામાં આવશે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ-133 મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી પાલિકાએ સ્પષ્ટ કર્યું કે, તેની પરવાનગી વગર સીલ તોડનાર સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. આ કાર્યવાહીને જાગૃત નાગરિકો આવકારી રહ્યા તેમનું માનવું કે, જો વેરો સમયસર વસૂલવામાં આવશે, તો જ શહેરમાં સફાઈ, લાઈટ અને રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં સુધારો થઈ શકશે નિયમિત વેરો ભરતા કરદાતાઓ માટે આ એક ન્યાયી પ્રક્રિયા કારણ કે બાકીદારોને કારણે ઘણીવાર વિકાસના કામો અટકી પડતા હોય.

બીજી તરફ, આ આકસ્મિક સીલિંગની કાર્યવાહીને કારણે કેટલાક મિલકત ધારકોમાં ચિંતા અને રોષ પણ જોવા મળી રહ્યો કેટલાક લોકોનું કહેવું કે આર્થિક મંદી અથવા અન્ય કારણોસર વેરો ભરવામાં વિલંબ થયો હોઈ શકે ત્યારે સીધી મિલકત સીલ કરવાને બદલે હપ્તા પદ્ધતિ કે અન્ય કોઈ રાહત આપવી જોઈએ. મિલકતની જાહેર હરાજી કરવાની ચીમકીને લઈને મધ્યમ વર્ગના પરિવારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો ડીસા નગરપાલિકાએ જણાવ્યું કે, સીલ કરાયેલી મિલકત ધારકો પૈસાદાર હોવા છતાં વેરો ભરવામાં નિષ્ફળ રહ્યા જેને કારણે પાલિકા દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0