બે દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો તરફથી મીડિયામાં આપેલા નિવેદન મામલે..
ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ મીડિયા સામે કરી સ્પષ્ટતા.
ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર સરકારના સતત વિકાસના અભિગમને ડીસા શહેરને વધારેને વધારે લાભ મળેએ દિશામાં નગરપાલિકાના પ્રમુખ સાથે તાલ મિલાવીને કામ કરી રહ્યા છે. ત્યારે કેટલાક નગરસેવકો તરફથી નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર આજથી બે દિવસ અગાઉ અવાર-નવાર ગેરહાજર રહેવાના મીડિયાના માધ્યમથી આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ મામલે ગતરોજ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ સ્પષ્ટતા આપી હતી કે ચીફ ઓફિસરની જવાબદારી તરીકે સરકારના અલગ અલગ વિભાગોમાં તેમને ગાંધીનગર વિકાસ કમિશનર કચેરી તેમજ કોર્ટ કચેરીના કામકાજ અર્થે હાજરી આપી અનિવાર્ય છે. આ માટે કરીને નગરપાલિકામાં અમુક દિવસ તેમની નહિવત હાજરી હોય છે. પરંતુ સરકારના આદેશ મુજબ તેમના દ્વારા જણાવેલ સમય અનુસાર ચીફ ઓફિસર તરીકે તેમને પણ જવાબદારીના ભાગરૂપે તમામ જવાબદારીઓ પુર્ણ કરવાની હોય છે. પણ અમુક નગરસેવકોને આ યોગ્ય ના લગતા મીડિયા સમક્ષ આવીને જે આક્ષેપો લગાવ્યા છે તે પાયાવિહોણા છે અને યોગ્ય વસ્તુ જાણ્યા વગર આક્ષેપો લગાવવા યોગ્ય નથી. માટે કોઈપણ કામકાજ અર્થે ડીસા નગરના કોઈપણ વ્યક્તિનું કામ નગરપાલિકામાં સરળતાથી થાય છે. અને અલગ-અલગ વિભાગો દ્વારા જનતાને કોઈ તકલીફ ન પડે એ તો તે વ્યવસ્થા પણ પ્રમુખ અને નગરપાલિકા તરફથી કરવામાં આવેલ છે. માટે જે લોકોએ આક્ષેપો કર્યા છે એ અર્થ વગરના અને માત્ર ને માત્ર રાજકીય હેતુ સાધવા માટે કરીને કર્યા હોય એવું સ્પષ્ટ જણાય છે. સત્ય એ છે કે ડીસા નગરપાલિકા અત્યારે વિકાસની તરફ હરણફાળ ભરી રહી છે. આ માટે કરીને ડીસાના યુવાન નગર પપ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તેમના તમામ સાથી મિત્રો અને ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર હંમેશા લોકોની ચિંતા કરીને ડીસાને અગ્રેસર બનાવવા માટે તત્પર છે. ત્યારે આવા અર્થ વગરના આરોપોને કોઈ યોગ્ય સહકાર ન મળે એવી જનતાને અપીલ છે.