ગરવી તાકાત, ડીસા
ડીસા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોના સંચાલકની જગ્યા માટે મહિલા ઉમેદવારો
મામલતદારશ્રી ડીસા ના એક નોટીફીકેશમાં જાણવા મળ્યુ છે, 9 અલગ અલગ મધ્યાહન ભોજન કેન્દ્રો ઉપર જગ્યા ભરવા માટે નામ મંગાવ્યા છે. જેમાં છે કે ડીસા તાલુકામાં આવેલ દાંતીવાડા કોલોની ડીસા-૫, પ્રિતીનગર ભોયણ-૭, કાંટ-૧૩, પુનમાજીની ઢાણી માલગઢ-૬૩, ખેંટવા-૯૩, સાંડીયા-૧૦૦, દેવપુરા સમશેરપુરા-૨૩૦, માનપુરા સાવિયાણા-૨૭૦, ઈશ્વરપુરા કંસારી-૨૮૩ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલકો કમ કુકની જગ્યા માટે મહિલા સંચાલકોની ભરતી કરવાની છે.
જેમાં સને ૨૦૨૦-૨૧ના શૈક્ષણિક વર્ષ માટે અંશકાલીન સમય માટે ભરવાની છે. જેથી જરૂરી લાયકાત ધરાવતા અને ડીસા તાલુકાના જે તે ગામના મુળ રહેવાસી હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અહી ઈચ્છુક ઉમેદવારને અરજીનુ ફોર્મ ડીસા મામલતદાર કચેરીમાંથી મળી શકશે. જેમા જણાવવામાં આવ્યુ છે કે, સ્થાનિક, વિધવા, ત્યક્તા, વિકલાંગ મહિલાઓને અગ્રતા આપવામાં આવશે. અરજી મોડામાં મોડી તા.૩૦/૦૯/૨૦૨૦ સુધીમાં કચેરીના સમય સુધી સ્વીકારવામાં આવશે.