મૃતક મહેશજી અશોકજી ચૌહાણ ખેતી તેમજ દરજી કામ કરતો હતો.

ગરવીતાકાત,બનાસકાંઠા : ડિસાના રસામા ફાટક પાસે ટ્રેનની હડફેટે આવી જતા એક 16 વર્ષના કિશોરનું મોત થયું છે. મૃતક મહેશજી અશોકજી ચૌહાણ રસાણા ગામનો રહેવાસી હતો. આ ઘટનાની જાણ થતા તુરંત જ રેલેવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે રવાના કરી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક મહેશજી ખેતી કામ અને દરજી કામ કરતો હતો. મહેશ નજીકના સિકરિયા ગામે રહેતાં મામાના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત ફરતાં સમયે અકસ્માત થયો હતો. જોકે, તે ટ્રેનની હડફેટે કેવી રીતે આવી ગયો તેનું કારણ જાણી શકાયું નથી. ડીસાના રસાણા મોટા ફાટક પાસે ટ્રેનની અડફેટે કિશોરનું મોત નીપજતા સમગ્ર ગામમાં ચકચાર મચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે 108 રેલવે પોલીસ તથા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ડીસા તાલુકાના રસાણા મોટા ફાટક પરથી રવિવારે બપોરે ગાંધીધામ-પાલનપુર ટ્રેન પસાર થઈ રહી હતી. જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રસાણા ગામના 16 વર્ષીય મહેશભાઈ અશોકજી ચૌહાણ ( ઠાકોર) ટ્રેનની અડફેટે આવતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બનાવની જાણ થતા 108 ગઢના ઇએમટી વિકાસ લિબાચિયા તથા પાયલોટ રમેશ પટેલ સહિત રેલવે પોલીસ તથા ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે, કિશોર મહેશના મોતની જાણ થતા પરિવાર તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કલ્પાંત મચાવ્યો હતો.મૃતકના દેહને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

Contribute Your Support by Sharing this News: