દારૂ ભરેલી અમુલ દૂધની મિનિ ટ્રક સહિત ત્રણ શખ્સો પકડાયા હતા

ડીસા: એલસીબી પોલીસે શનિવારે રાત્રે રાજસ્થાન તરફથી આવતી અમૂલ દૂધ લખેલી મિનિ ટ્રકને આખોલ ચોકડી પાસે ઊભી રખાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ રૂ. 2.12 લાખ તેમજ ગાડી મળી કુલ રૂ. 7.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બનાસકાંઠા એલસીબી ટીમ શનિવારે રાત્રે નાકાબંધી કરી હતી. ત્યારે અમુલ દૂધ લખેલી મીનીટ્રક નંબર જીજે-13-વી-6183ને ઉભી રખાવી તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-2125 કિંમત રૂ. 2,12,500 તથા મોબાઇલ નંગ-4 કિંમત રૂ. 11,000 તથા ગાડી કિંમત રૂ. 5,00,000 તથા દુધના ખાલી કેરેટ નંગ-45 કિંમત રૂ. 4500 મળી કુલ રૂ. 7,28,000 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જેમાં ફજલભાઇ જાબીરભાઇ કુરેશી, બીલાલ રસુલભાઇ ચૌહાણ (બંને રહે.દસાડા,તા.પાટડી, જી.સુરેન્દ્રનગર)હનીફભાઇ અબાસભાઇ તુવર (રહે.મુંજપુર,તા.શંખેશ્વર, જી.પાટણ)ને ઝડપી પાડ્યા હતા. જ્યારે રામભા ભુરસીંહ સોલંકી (રહે.ખીમ્મત માઢવાળી પાર્ટી,તા.ધાનેરા) ખુદાબક્ષ અબાસ બેલીમ (રહે.નાના કસ્બા મુંજપુર,હાલ રહે.ધાનેરા) અને અનીસભાઇ (રહે.ધાનેરા) ફરાર થતાં પોલીસે 6 સામે ગૂનો નોંધ્યો હતો.