ગરવી તાકાત,મુંબઇ
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ સંબંધિત ડ્રસ એંગલમાં પોતાની તપાસનો દાયરો વધારતા નારકોટિકસ કંટ્રોલ બ્યુરો એનસીબી બોલીવુડ અભિનેત્રીઓ સારા અલી ખાન અને શ્રધ્ધા કપુરને પુછપરછ માટે સમન મોકલાશે આ જ કડીમાં એક વધુ નામ ઉમેરાયુ છે તે છે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશનું.
દીપીકા પાદુણોકની મેનેજર કરિશ્મા પ્રકાશને એનસીબીએ સમન મોકલ્યું છે માહિતી પ્રમાણે તેની પુછપરછ થઇ શકે છે આ બાજુ દીપીકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશ વચ્ચે ૨૮ ઓકટોબર ૨૦૧૭ના થયેલી એક વાતચીતની કેટલીક ડિટેલ્સ મળી આવી છે જેમાં બંન્ને વચ્ચે ડ્રસને લઇને વાતચીત થઇ હતી.તે આ પ્રમાણે છે.
દીપીકા : તારી પાસે માલ છે,કરિશ્મા હાં પરંતુ ધરે છું હું બાન્દ્રામાં છું.કરિશ્મા જાે તમે ઇચ્છો તો હું અમિતને પુછી શકુ છું. દીપિકા હાં,દીપીકા પ્લિઝ,કરિશ્મા અમિત પાસે છે તે લઇને જઇ રહ્યો છે,દીપીકા હેશને,દીપિકા વીડ નહીં,કરિશ્મા હાં હેશ,કરિશ્મા તમે કોકો કયાં સુધીમાં આવો છે.દીપિકા ૧૧.૩૦થી ૧૨.૦૦
એ યાદ રહે કે કવાન એક સેલિબ્રિટી મેનેજમન્ટ કંપની છે જે અલગ અલગ સેલિબ્રીટિઝને ટેલેન્ટ મેનેજર ઉપલબ્ધ કરાવે છે કરિશ્મા કવાનમાં કામ કરે છે અને તેના દ્વારા તે દીપિકાને મેનેજ કરે છે કરિશ્મા જયાં સાહાની કવાન ટેલેન્ટ મેનેજમેન્ટમાં જુનિયર છે એ યાદ રહે કે આ અગાઉ ઉજયા સાહા પણ કવાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા સુશાંત સિંહને મેનેજ કરતી હતી.