સુરત ખાતે વિવિધ કામોનુ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહુર્ત

શેર કરવા અહીં ક્લિક કરો.
સુરત ખાતે વિવિધ  કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ મળી 514.15 કરોડના કામોનુ ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરાયુ હતુ. આ કાર્યક્રમ માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ .આર.પાટીલ, મંત્રી  ગણપતસિંહ વસાવા, કુમારભાઈ કાનાણી, સાંસદ  દર્શનાબેન જરદોશ તથા ધારાસભ્યઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમની શરૂઆત 3 ઈલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપી તેને સુરતની જનતા માટે સેવામાં મુકવામાં આવી હતી. સરકારના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં  સુરતમાં અંદાજીત 150 ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે. તથા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમીક પાસ તથા સુમન હાઈસ્કુલ કાપોદ્રા,વર્કીંગ વુમન હોસ્ટેલનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. 
આ સીવાય સુએજ પંપીગ સ્ટેેશન ફ્લડ ગેટ, રેલ્વે અંડર પાસ,ઈડબલ્યુ એસ યોજના અંતર્ગત 504 આવાસો જેવા અલગ અલગ કામોનુ ખાતમુહુર્ત વિજયરૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.