ગરવી તાકાત
આજની કેન્દ્રીય ચુંટણી આયોગની પ્રેસકોન્ફરન્સ ઉપર આશંકાઓ થઈ રહી હતી કે બીહારની વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર કરતાની સાથે સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીની તારીખો પણ જાહેર કરી દેશે પંરતુ કેન્દ્રીય ચુંટણી પંચે માત્ર બીહારની ત્રણ તબક્કાવાર ચુટંણી ની તારીખો જાહેર કરી જણાવ્યુ હતુ કે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચુંટણી ની તારીખો જાહેર અત્યારે નહી કરવામાં આવે.
ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી વખતે કોંગ્રેસમાં મોટા પાયે તોડફોડ થયા હતા જેથી માર્ચ મહિનામાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપી દેતા તેમની બેઠકો ખાલી પડી હતી. જેમાં કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે.વી કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ ના અક્ષય પટેલે રાજીનામા આપ્યા હતા. જેથી આ ધારાસભ્યો ઉપર આરોપ લાગી રહ્યા હતા કે આ પૈસાના લાલચુ ધારાસભ્યો પૈસાની લાલચમાં આવી રાજ્યસભાની ચુંટણી ટાણે જ રાજીનામાં આપ્યા છે.
આ પણ વાંચો – નવા શ્રમ કાનુન મુજબ કંપનીઓ ગમે ત્યારે એક સાથે 300 જેટલા વર્કરોની છટણી કરી શકશે !
કેન્દ્રીય ચુટંણી આયુક્ત સુનીલ અરોડાએ બીહારની ચુંટણીની તારીખો જાહેર કર્યા બાદ જણાવ્યુ હતુ કે ગુજરાતની પેટાચુંટણી અંગે બેઠક આગામી 29 તારીખે યોજાશે જેમાં પેટાચુંટણી ની તારીખો જાહેર કરવામાં આવેશે.
ગુજરાત માં કોરોનાને કારણે પરીસ્થીતી વિકટ છે છતા પણ આવા પક્ષપલટુ અને પૈસાના લાલચુ ધારાસભ્યોના કારણે ગુજરાતની જનતાને બીન જરૂરી પેટાચુંટણીનો સામનો કરવો પડી રહ્યો છે તથા આ ચૂુંટણીમા સરકારની તીજોરી ઉપર પણ વધારાનો બોજ પડવા જઈ રહ્યો છે. જેથી આવા પક્ષપલટુ નેતાઓને કોઈપણ પાર્ટીમાં ટીકીટ જ ના મળવી જોઈયે એવી ચર્ચાઓ સોશીયલ મીડીયામાં થઈ રહી હતી.