મહેસાણા-પાટણ-ભિલડી રેલ સેક્શનનું વિધૃતિકરણ પુરૃ થયું

શેર કરવા અહીં ક્લિક કરો.

— રેલવે સુરક્ષા અધિકારીએ નિરિક્ષણ કર્યું :

– વિધૃત લોકો 110 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવ્યું, ટ્રેનોની ઝડપ વધશે :

રવી તાકાત મહેસાણા : પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં મહેસાણા-પાટણ-ભિલડી સેક્શનમાં રેલવેના વિધૃતિકરણની કામગીરી પુરી થઇ ગઇ છે. આજે બુધવારે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરિક્ષણ કરીને કામગીરી અંગેની જાત માહિતી મેળવી હતી. આગામી સમયમાં આ ટ્રેક પર માલગાડી અને પેસેન્જર ટ્રેન વિધૃતિકરણથી ચલાવવામાં આવશે.

ભારતીય રેલવેમાં સો ટકા વિધૃતિકરણની કામગીરી ચાલી રહી છે. જેના અનુસંધાનમાં અમદાવાદ વિભાગમાં પણ વિધૃતિકરણ પુરજોશમાં થઇ રહ્યું છે. અમદાવાદ વિભાગના મુખ્ય પરિયોજના નિર્દેશક ડી.કે.શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ વિધૃતિકરણની કામગીરી પુરી થઇ છે. રેલવે સુરક્ષા અધિકારીની આગેવાની હેઠળ આ ટ્રેક પર વિધૃત લોકો પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત થઇ હતી.

પાટણ-ભુલડી વિભાગમાં નિરિક્ષણ કરાયું હતું. ટેકનીકલ મૃદ્દાઓ અને ઓએચઆઇ પ્રલાણીની જાત તપાસ કરીને જરૃરી સુચનો કરાયા હતા. જોધપુરને જોડનાર આ ટ્રેક વિધૃતીકરણ પામતા રાજસ્થાનના પર્યટનમાં વિકાસ થશે. મુસાફરોનેઝડપી અને સુંદર ટ્રેન સેવાનો લાભ મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.