— સામાન્ય માણસ કાયદાનું પાલન ન કરે તો તેને કાયદાનો પાઠ ભણાવશે, પરંતુ ખાનગી વાહન ચાલકોને બખ્ખા :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના ચિત્રાસણીથી ડીસા જતા જાહેર માર્ગ ઉપર સવાર-સાંજ ઘેટા બકરા ભરેલા ખાનગી વાહનોની હેરાફેરી કરતા વાહનોની કતાર લાગે છે. આ જાહેર માર્ગ ઉપર થોડા દિવસ અગાઉ સાંગલા ગામનાં જાહેર માર્ગ ઉપર બંને વાહનો વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં એક મુસાફરનું ઘટના સ્થળે મોત થયું હતું. પરંતુ જિલ્લા ટ્રાફિક પોલીસ આ બાબતે કેમ અજાણ છે
તે સમજાતું નથી. મળતી માહિતી મુજબ જો કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનું પાલન ન કરે તો તેને કાયદાનું પાઠ ભણાવવામાં આવે છે અને તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જિલ્લા ટ્રાફીક પોલીસને ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા વાહનો કેમ દેખાતા નથી. ચિત્રાસણી થી ડીસાનો જે જાહેર માર્ગ આવેલો છે. આ જાહેર માર્ગ ઉપર સવાર સાંજ અસંખ્ય પ્રમાણમાં ઘેટા બકરાની જેમ મુસાફરિ ભરેલા વાહનો પસાર થાય છે પરંતુ ટ્રાફિક પોલીસને આવા વાહનો કેમ દેખાતા નથી.
આ વાહન ચાલકો સામે કેમ કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને વાહનોમાં ઘેટા બકરાની જેમ ભરેલા મુસાફરોના જીવને કોઈ જોખમ થાય તો જવાબદાર કોણ તેવા સવાલ થાય છે. જિલ્લા ટ્રાફિક પોલીસ ઊંઘમાંથી જાગી આવા ઘેટા બકરાની જેમ પેસેન્જરો ભરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. આ જાહેર માર્ગ ઉપર અનેક દિવસોથી ઘેટા બકરા ભરેલા પેસેન્જર વાહનો પસાર થતા હોવા છતાં પણ ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે. જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સત્વરે જાહેર માર્ગ પર પસાર થતા ખાનગી વાહન ચાલકો સામે લાલ આંખ કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર