તાલીબાનના સુપ્રીમો હિબતુલ્લાહનુ મોત, ઉપ વડાપ્રધાન બરાદરને બંધક બનાવાયો : બ્રીટનની મેગેઝિનમાં દાવો

શેર કરવા અહીં ક્લિક કરો.

બ્રિટનની એક મેગેઝિને દાવો કર્યો છે કે ખુરશીની આ લડાઈમાં તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદઝાદાનું મોત થયું છે અને ઉપ પ્રધાનમંત્રી મુલ્લાહ બરાદરને બંધક બનાવી રાખવામાં આવ્યા છે. સત્તા માટે સંઘર્ષ તાલિબાનના જ બે જૂથોની વચ્ચે થયો હતો. મેગેઝિને એમ પણ જણાવ્યું કે હક્કાની ઘડાની સાથે આ ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરને જ પહોંચાડવામાં આવ્યું છે.

બ્રિટનની મેગેઝિનને પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં તાલિબાનના બે જૂથોની બેઠક થઈ હતી. આ દરમિયાન એક પ્રસંગ એવો પણ આવ્યો કે જ્યારે હક્કાની નેતા અખીલ- ઉલ રહમાન હક્કીની પોતાની ખુરશીમાંથી ઉઠ્‌યો અને તેને બરાદરને મુક્કા મારવાનું શરુ કરી દીધુ હતું. બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન તાલિબાનીઓ અને અલ્પ સંખ્યકોને પણ જગ્યા આપવા પર દબાણ બનાવી રહ્યા હતા જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકરાને માન્યતા આપે.

આ પણ વાંચો – તાલીબાન સાથે ભારતે ઔપચારિક વાતચીતની પ્રક્રીયા હાથ ધરી

આ અથડામણ બાદ બરાદર થોડાક દિવસ સુધી ગુમ હતા. હવે ફરીથી તેઓ કંધારમાં જાેવા મળ્યા છે. રિપોર્ટ મુજબ બરાદરે આદિવાસી નેતાઓની મુલાકાત કરી જેમનું સમર્થન પણ તેમને મળ્યું છે. મેગેઝિને દાવો કર્યો છે કે એક વીડિયો સંદેશથી એવા સંકેત મળે છે કે બરાદરને બંધક બનાવવામાં આવ્યા છે. અખુંદઝાદાને લઈને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજું સુધી એ નથી જાણી શકાયું કે તે ક્યાં છે. તે ઘણા સમયથી ન તો દેખાયા છે અને ન તેમને કોઈ સંદેશ જારી કરવામાં આવ્યો છે. તેવામાં એવો અંદાજાે લગાવાઈ રહ્યો છે કે અખુંદઝાદાનું મોત થઈ ગયું છે. તાલિબાનમાં આની પહેલા આવો સંઘર્ષ જાેવા નહોંતો મળ્યો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.