#એક્સીડેન્ટ : આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા આઈસર ડ્રાઈવરનુ મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના જગુદણ-મેવડ ટોલનાકા પાસે આઈસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આઈસરના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેને અમદાવાદ સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડાતા તેનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ.

આ પણ વાંચો – #અપક્ષ_અબડાશા : પરંપરાગત વોટ છટકવાના કારણે કોન્ગ્રેસે અબડાસાની શીટ ગુમાવી ?

આ કેસની વિગત એવી છે કે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા બાબુભાઈ પ્રજાપતી તેમના શેઠની આઈસર ગાડીમાં સીટીએમ વિસ્તારમાંથી પ્લાસ્ટીકનો માલ ભરી પાલનપુર જઈ રહેલ હતા. આ દરમ્યાન તેમની આઈસર ગાડીની સ્પીડ ખુબ ઝડપી હોવાથી મહેસાણાના જગુદણ-મેવડ સ્થીત ટોલનાકા પાસે આગળની ટ્રકને ટક્કર વાગી જતા તેમને માથાના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને અમદાવાદની સીવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માથાના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી શરીરમાંથી ઘણુ લોહી વહી જવા પામ્યુ હતુ. જેથી તેમની સારવાર દરમ્યાન અમદાવાદ સીવીલમાં મોત નીપજ્યુ હતુ. 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.