વડોદરાઃ વડોદરા-હાલોલ રોડ પર ભણીયારા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ટોલ નાકાના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને તુરંત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ કરી દીધી હતી. જેથી ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર અને કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા. અને દીપડાના મૃતદેહને વન વિભાગને સોંપ્યો હતો.

સ્થળ પર દીપડાનું મોત થયું: વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી હેલ્પ લાઇન પર કોલ આવ્યો હતો કે, ભણીયારા પાસે અકસ્માતમાં દીડો મરી ગયો છે. જેથી અમે લોકોએ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યા તપાસ કરતા દીપડો સ્થળ પર જ મરી ગયો હોવાનું જણાયું હતું. અમે દીપડાને વન વિભાગને સોંપ્યો છે. અને વન વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: