ગરવી તાકાત પાટણ : પાટણના સાંતલપુર નેશનલ હાઇવે 27 પરથી પસાર થઈ રહેલું બાઈક સ્લીપ ખાતા પાછળ આવી રહેલા ટેન્કર નીચે કચડાઈ જતા ચાલકનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે.સાંતલપુર પ્રિન્સ હોટલ નજીક માગૅ પરથી બાઈક પર સવાર યુવાનનું બાઇક સ્લીપ ખાતા પાછળ આવી રહેલી ટેન્કર નીચે કચડાઇ જતાં
યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. દુર્ઘટનનાને પગલે હાઇવે માર્ગ પર સ્થાનિકોના ટોળા રોડ પર દોડી આવ્યા હતા.
સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનની લાશને પોસ્ટ મોર્ટમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ