ગઈકાલે મહેસાણાના પાલનપુર રોડ ઉપર મોટીદાઉ ગામના પાટીયા નજીક ઈનોવા ગાડી અને બાઈકનો અકસ્માત સર્જાતા બાઈકસવારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી બાઈકસવાર ઈજાગ્રસ્તને મહેસાણાની સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તેમનુ મોત નિપજ્યુ હતુ.
આ પણ વાંચો – અંબાજી દર્શનાર્થે જઈ રહેલ પરીવારનો અકસ્માત, કારમાં આગ લાગતા ત્રણ ના મોત
મહેસાણાના તુસલીધામ સોસાયટીમાં રહેતા હરગોવનભાઈ નાગજીભાઈ રબારી ગઈ કાલે પોતાના સ્પ્લેન્ડર પ્લસ બાઈકમાં કામથી બહાર જઈ રહ્યા હતા. ત્યારે એમના બાઈકને કોઈ ઈનોવા ગાડીએ મોટીદાઉ ગામના પાટીયા નજીક ટક્કર મારી હતી. બાઈકને ટક્કર માર્યા બાદ ઈનોવા ગાડીને ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. જે ટક્કર વાગતા બાઈકસવારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ તુંરત 108 ને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી હતી. જ્યાંથી તેમને તુંરત નજીકની મહેસાણા સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બાઈકસવારને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેઓનુ મહેસાણા સીવીલમાં જ સારવાર દરમ્યાન મોત નીપજી ગયુ હતુ.
આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ઈનોવા વાહન નંબર GJ-02-CG-1999 ના ચાલક ઉપર આઈ.પી.સી. ની કલમ 304એ,279 તથા મોટર વાહન અધિનીયમ મુજબ 177,184,134 ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.