મહેસાણાના પિલુદરા ગામેથી રેલ્વે લાઈનની કામગીરી દરમ્યાન કોંન્ટ્રાક્ટવાળી કંપનીએ ગેરકાયદેસર રીતે ખનન કરી માટી ખનન કરવા મામલે તપાસમાં સરપંચ, ઉપસરપંચ સહીત 11 સભ્યોને હાંકી મુકવામાં આવ્યા છે. આ કાર્યવાહી ડીડીઓ મહેસાણા દ્વારા કરવામાં આવી છે. પિલુદરા ગામે રેલ્વેની કામગીરી દરમ્યાન બેકબોન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે 4313.18 ટન માટીનુ ખનન કરાયુ હતુ, જેથી તેમને આ ગુુના બદલ 4,84,670 નો દંડ ફટકારાયો હતો.
પિલુદરા ગામમાં રેલ્વેની કામગીરી દરમ્યાન ગૌચર જમીનને કોઈ પણ મંજુરી વિના કંપની દ્વારા ખનન કરવામાં આવ્યુ હતુ. જેથી આ મામલે હોબાળો થતાં મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા પિલુદરા ગ્રામપંચાયતના હોદેદારો પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેની પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ હતુ કે, સ્થાનીક પંચાયત દ્વારા દ્વારા ભીનું સંકેલવામાં આવ્યું હતુ. જેમા ખનન કરનાર રેલવેની કામગીરી કરનાર કંપની સામે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરાઈ. આથી જીલ્લા વિકાસ અધીકારી(DDO) દ્વારા પિલુદરા ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત 11 સભ્યોને પોતાની ફરજ પર કસૂરવાર હોઈ બેલેન્સ ઓફ કન્વેનિયન્સ તેમની તરફેણમાં ન હોઈ જેથી તેમને હોદ્દા પર થી બરતરફ કરવામાં આવ્યા છે.